ઉનાળો શરૂ થવાની સાથે જ લીંબુ શરબતથી લઈને અલગ અલગ ડ્રિંક પીવામાં આવે છે.
માર્કેટમાં પણ વિવિધ પ્રકારના પીણા મળતા થઈ જાય છે. જ્યારે ઉનાળાની ગરમીમાં ઘરે અલગ ફ્લેવરના ડ્રિંક બનાવવાની ઈચ્છા થાય છે.
ત્યારે અમે અહીં એક યુનિક ડ્રિગ્સ બનાવવાની રેસીપી જણાવીશું. જે માત્ર ત્રણ ચાર વસ્તુથી બની જાય છે.
તો ચાલો જાણીએ પલ્સ કેન્ડી મોજીતો બનાવવાની સરળ રીત વિશે
5 પલ્સ કેન્ડી, એક લીંબુ, ફુદીના પત્તા,સોડા અને આઈસ ક્યુબ
પલ્સ કેન્ડી મોજીતો બનાવવા માટે સૌથી પહેલા પાંચ પલ્સ કેન્ડી લો. પલ્સ કેન્ડીને મીક્સર જારમાં ક્રસ કરીને પાઉડર બનાવી દો.
ત્યારબાર એક લિંબુ લો અને તેના નાના ટૂકડા કરીને એક કાચના ગ્લાસમાં નાંખો.
ત્યારબાદ તાજા ફુદીનાના પત્તા નાંખો અને પારા વડે ગ્લાસમાં જ ક્રસ કરી દો.
ત્યારબાદ ત્રણ ચાર ચમચી પલ્સ કેન્ડીનો પાઉડર ઉમેરો. ત્યારબાદ જરૂર પ્રમાણે આઈસ ક્યૂબ ઉમેરો.
પછી તેમાં સોડા ઉમેરી સારી રીતે હલાવી દો. આમ તૈયાર થઈ જશે તમારું યુનિક ડ્રિંક પલ્સ કેન્ડી મોજીતો