રાજ્યમાં ધગધગતી ગરમી પડી છે. અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે શરીરને ગરમીથી બચાવવું જરૂરી છે. અહીં આપેલ સમર ડ્રિંક તમને ગરમીથી આપશે રાહત!
તાજતેરમાં ઇન્સ્ટગ્રામ પર ઇન્ફ્યુએન્સર ઓમકાર પવારએ એક રેસીપી શેર કરી છે જે માત્ર 2 મિનિટમાં તૈયાર થઇ જાય છે અને બોડીને હાઈડ્રેટેડ રાખે છે.
સામગ્રી : 20 મિલી રોઝ સીરપ, 20 મિલી લીચી સીરપ, સબ્જાના બીજ (જરૂર મુજબ) , 5-6 ફુદીનાના પાન 5-6 અને 300 મિલી નાળિયેર પાણી
એક ગ્લાસમાં રોઝ સીરપ, લીચી સીરપ, પલાળેલા સબ્જાના બીજ નાખો. તેમાં નાળિયેર પાણી ઉમેરો.
હવે તેમાં આઈસ ક્યુબ ઉમેરો. ત્યાર બાદ ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. અને ઠંડો ઠંડો સર્વં કરો.
નાળિયેર પાણીમાંથી આ શરબત બનાવામાં આવે છે, જે ગુમાવેલ ઇલેટ્રોલાઇટસને ફરી ભરવામાં મદદ કરે છે અને બોડીને હાઈડ્રેટેડ રાખે છે.