Summer Drink : હાઈડ્રેટેડ રાખવાની સાથે સ્કિન ગ્લોઈંગ રાખશે આ ડ્રિન્ક, જાણો રેસીપી

May 09, 2024, 03:21 PM

ગરમીની સિઝનમાં પરસેવો વધુ થવાથી ડીહાઇડ્રેશન મોટેભાગે થતું છે સાથે સ્કિન ડ્રાય થવાની સમસ્યા પણ વધે છે.

એવા સ્કિનને હાઈડ્રેટેડ રાખવા અને ગ્લો માટે આ સ્પેશિયલ ડ્રિન્ક તમે ટ્રાય કરી શકો છો.

સ્કિન ગ્લો સ્મુધી ખાસ કોકોનટ અને બેરીમાંથી બનાવામાં આવે છે જેમાં એન્ટીઑકિસડન્ટથી ભરપૂર બેરી અને વિટામિન સીથી ભરપૂર નારિયેળના પાણીનો સમાવેશ થાય છે.

નાળિયેર અને બેરી બન્ને તમારી સ્કિનને હાઈડ્રેટેડ અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે. હેલ્થી સ્મુધી ઝડપથી તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરેલું રાખે છે. જાણો ખાસ રેસીપી

''સ્કિન ગ્લો સ્મુધી'' રેસીપી

સામગ્રી : 1 કપ નાળિયેર પાણી, 1/4 કપ નાળિયેર મલાઈ, 1/2 કપ મિક્ષ સ્ટ્રોબેરી, 2 ચમચી ફ્રોઝન ડ્રેગનફ્રૂટ, સ્વાદ અનુસાર મેપલ સીરપ અથવા મધ

''સ્કિન ગ્લો સ્મુધી'' રેસીપી

મેથડ : મિક્ષરમાં નાળિયેર પાણી, નાળિયેરની મલાઈ, મિક્ષ સ્ટ્રોબેરી, ફ્રોઝન ડ્રેગનફ્રૂટ, સ્વાદ અનુસાર મેપલ સીરપ અથવા મધ ઉમેરો અને પ્રોપર બ્લેન્ડ કરી લો.

''સ્કિન ગ્લો સ્મુધી'' રેસીપી મેથડ : બધું સારી રીતે બ્લેન્ડ થઇ જાય એટલે સ્મુધી ખાલી કરેલ ગ્રીન કોકનટમાં કાઢી અને સ્ટ્રો મુકો અને સર્વ કરો.

જો તમાર પાસે બેરી અવેલબલ નથી તો તમે કેરી કે અન્ય સીઝનલ ફ્રૂટને પણ આ સ્મુધી અજમાવી શકો છો.