Summer Drink : રાગીમાંથી બનાવો દક્ષિણ ભારતનું ફેમસ સમર ડ્રિંક, જાણો રેસીપી

May 01, 2024, 01:48 PM

રાગી ડ્રિંક દક્ષિણ ભારતમાં ફેમસ છે. જ્યાં રાગીના લોટમાંથી વિવિધ વાનગી બનાવામાં આવે છે અને તેને વઘારેલી છાશ, ડુંગળી અને ધાણા સાથે મિશ્રિત કરવામાં આવે છે.

તે સમર ડ્રિંક ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે અને તેના અદ્ભુત પાચન ગુણધર્મો માટે પણ જાણીતું છે.તેમાં કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર પણ ભરપૂર છે, તેથી તેને તમારા ઉનાળામાં તમારા ડાયટમાં સામેલ કરવાનું ભૂલશો નહીં.

રાગી સમર ડ્રિંક

સામગ્રી : 2 ચમચી રાગીનો લોટ, 3/4 કપ પાણી, 1 કપ દહીં, મીઠું સ્વાદ અનુસાર, 1 નાની ડુંગળી, સમારેલી 1 ચમચી કોથમીર

રાગી સમર ડ્રિંક

વઘાર માટે : 1 ચમચી તેલ, 1/2 ચમચી સરસવ, 1/2 ટીસ્પૂન જીરું, 3/4 ટીસ્પૂન આદુ, 1-2 લીલા મરચાં, મીઠા લીમડાના પાન

રાગી સમર ડ્રિંક

મેથડ : 2 ચમચી રાગીનો લોટ અને 3/4 કપ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો. થઈ જાય એટલે એક પેનમાં 2 કપ પાણી ગરમ કરો. પાણી ઉકળે ત્યારે રાગીના લોટ ઉમેરો અને મિક્ષ કરતા રહો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગઠ્ઠો ન થાય.

રાગી સમર ડ્રિંક

મિશ્રણ ઠંડુ થાય એટલે એક બાઉલમાં દહીં, પાણી નાખીને બરાબર મિક્ષ કરો. ઠંડુ કરેલું રાગીનું મિશ્રણ, મીઠું ઉમેરીને બરાબર હલાવો. જીરું, સરસવ, આદુ, લીલા મરચાં અને મીઠા લીમડાનો વધારે ઉમેરો. ડુંગળી, કોથમીર ઉમેરો સારી રીતે મિક્ષ કરી સર્વ કરો.