આ સમર ડ્રિન્ક નેચરલ કુલર છે અને ઉનાળામાં મસાલેદાર ખોરાક ખાધા પછી પાચનતંત્રને ઠંડક આપવામાં મદદ કરે છે.
આ ડ્રિન્કનું નામ સોલકઢી છે જે ગોવા, મેંગલોર અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય છે.
જો તમે હેલ્થી અને સ્વાદિષ્ટ કંઈક શોધી રહ્યા છો, તો તમારે ચોક્કસપણે ડ્રિંક ટ્રાય કરવું જોઈએ. જાણો રેસીપી
સામગ્રી : 12-13 સૂકા કોકમ, 1 કપ પાણી પલાળવા માટે, 3/4 કપ નારિયેળનું દૂધ,1 ટીસ્પૂન બારીક સમારેલું આદુ, 1-2 લીલા મરચાં, મીઠું સ્વાદ માટે, 1 ચમચી ધાણાજીરું પાઉડર
મેથડ : સૂકા કોકમને લગભગ 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. પછી કોકમ, પાણી, નારિયેળનું દૂધ, આદુ, લીલા મરચાં,મીઠું અને ધાણાજીરું પાઉડર ઉમેરી પ્રોપર મિક્ષ કરો.
હવે વધારે માટે થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન, લીલા મરચા, સ્મેશ કરેલ લસણ ઉમેરો અને વધારે સારી રીતે થવાદો. હવે તૈયાર વધારે સોલ કઢીમાં ઉમેરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.