ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા બોડીને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. તેના માટે આપણે શરીરને ઠંડક આપતા ફૂડનું સેવન કરવાનું પસંદ કરીયે છીએ. જેમ કે, તડબૂચ, છાસ, કાકડી, લીંબુ વગેરે.
આ સીઝનમાં તમે ગરમીથી રાહત મેળવવા ઠંડી ઠંડી અને ખાટી મીઠી ''સ્ટ્રોબેરી લસ્સી'' ઘરે બનાવી શકો છો, જે ક્રીમી ટેક્ચર સાથે અદભુત સ્વાદ માટે જાણીતી છે.
''સ્ટ્રોબેરી લસ્સી'' ની રેસીપી ખુબજ સરળ છે તે 5 મિનિટમાં તૈયાર થઇ જાય છે. તેમાં રહેલ દહીં તમારા પાચનના સ્વાસ્થ્ય માટે અને સ્કિન માટે પણ ફાયદાકારક છે.
સામગ્રી : દહીં 500 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, સ્ટ્રોબેરી પ્યુરી 100 ગ્રામ, આઈસ ક્યુબ
મેથડ : એક હાંડીમાં દહીં લો, તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો. ત્યાર બાદ સ્ટ્રોબેરીની પ્યુરી કરો. અને આ પ્યુરીને દહીં અને ખાંડના મિક્ષર સાથે પ્રોપર મિક્સ કરો.
સારી રીતે મિક્ષ થાય એટલે તેમાં આઇક્યુબ ઉમેરો અને મિક્ષરને વલોણાંથી બરાબર મિક્ષ કરી લો જેથી ખાંડ ઓગળી જાય.
હવે તૈયાર '''સ્ટ્રોબેરી લસ્સી'' ને એક ગ્લાસમાં કાઢો, તેને સ્ટ્રોબેરીના ટુકડાથી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરો.