Summer Drink : ગરમીથી રિચાર્જ થવા પીવો કોલ્ડ સમર રિચાર્જ ડ્રિંક, જાણો રેસીપી

May 22, 2024, 12:30 PM

સમર સીઝન

સમર સીઝન ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સીઝનમાં બોડીને નેચરલી હાઈડ્રેટેડ અને ઠંડુ રાખવું ખુબજ જરૂરી છે.

સમર ડ્રિંક

અહીં રીફ્રેશીંગ અને તમને રિચાર્જ કરે એવા નેચરલ સમર ડ્રિંકની રેસીપી શેર કરી છે. જે સ્વાદિષ્ટ છે આ સાથે હેલ્થ માટે પણ ગુણકારી છે. અહીં જાણો

કેરી

ઉનાળો પૂરો થવાને થોડા દિવસો બાકી છે, ત્યારે કેરી બજારમાં ખુબજ જોવા મળી રહી છે. કેરીમાંથી ઘણા વાનગી બનાવી શકાય છે, જેમાં રસથી લઈને શ્રીખંડ અને આઈસ્ક્રીમ વગેરે

સમર રિચાર્જ ડ્રિંક રેસિપી

સૌ પ્રથમ કેરી સમારી લો. ત્યારબાદ તાળગોળા( તાળફળી) ને કટ કરી લો. અને સબ્જા બીજને પાણીમાં પલાળીને થોડીવાર માટે મૂકી રાખો.

મેથડ

હવે લીલા નાળિયેરનું પાણી એક ગ્લાસ કાઢો. તેમાં સમારેલ કેરી, તાળગોળા( તાળફળી), પલાળેલ સબ્જા બીજને સારી રીતે મિક્ષ કરો.

ગાર્નિશિંગ

હવે આ તૈયાર સમર રિચાર્જ ડ્રિંકમાં ચિલ્ડ કરવા આઈસ ક્યુબ ઉમેરો. હવે સ્ટ્રો મુકો અને કેરીના ટુકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

Summer Drink : ગરમીમાં હાઈડ્રેટેડ રહેવા પીવો કોલ્ડ ''સ્ટ્રોબેરી લસ્સી'', માત્ર 5 મિનિટ થશે તૈયાર