બદલાતી લાઇફસ્ટાઇલના લીધે અને અમુક પોષકત્વોની ઉણપના લીધે હેરફોલની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. મોટાભાગના લોકો ફેરફોલની સમસ્યાથી પરેશાન છે.
પરંતુ શું તમે જાણો તમારા ઘરમાં રહેલ મસાલો હેરફૉલ અટકાવાની સાથે હેરગ્રોથ કરવામાં પણ મદદ કરશે. આદુમાં ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજોની સાથે સી, બી6, અને ઇ જેવા આવશ્યક વિટામિન્સ હોય છે.
તેમાં પ્રાથમિક સક્રિય ઘટક, જિંજરોલનો સમાવેશ થાય છે, જે આદુને ઔષધીય ગુણધર્મો આપે છે . આ બધા પોશક્તત્વો એકસાથે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. જાણો તમારા વાળમાં આદુનો ઉપયોગ કરવાના ફાયદા
આદુમાં હાજર જિંજરોલ કમ્પાઉન્ડ અને અન્ય પોલીફેનોલ્સ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ધરાવે છે, જે સ્કલ્પને તંદુરસ્ત રાખી શકે છે. આ ગુણધર્મો ડેન્ડ્રફ અને તેની સાથે સંકળાયેલ લક્ષણો જેવા કે ખંજવાળ અને ખોપરી ઉપરની ચામડીના ડ્રાયનેસને રોકવામાં પણ ઉપયોગી થઈ શકે છે.
આદુની બળતરા વિરોધી અસરો માથાની સ્કલ્પને શાંત કરે છે. રક્ત પરિભ્રમણ વધારી ખોપરી ઉપરની ચામડીને ઝીંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વગેરે જેવા આવશ્યક પોષક તત્વોનો વધુ સારો પોષક પુરવઠો પ્રાપ્ત થશે.
જે વાળના ફોલિકલ્સના એકંદર હેલ્થને ટેકો અપાશે અને વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપી શકે છે. આ સાથે વાળમાં ચેપ અને ચીકાશને રોકવામાં મદદ કરી શકે છે.
આદુમાં રહેલ ગુણ જે વાળને રૂટથી મજબૂત બનાવે છે.જેનાથી તે તૂટવાની સંભાવના ઓછી થાય છે અને જાડા અને તંદરુસ્ત વાળને પ્રોત્સાહન આપે છે.
કન્ડીશનર તરીકે હેર કેર રૂટીનમાં આદુનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ સોફ્ટ અને શાઈની બની શકે છે. તે ક્ષતિગ્રસ્ત વાળના ક્યુટિકલ્સને સુધારવામાં મદદ કરી શકે છે અને વાળમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
એલોવેરામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મ છે અને એન્ટિમાઇક્રોબાયલ ગુણો પણ છે, જે માત્ર વાળના ક્યુટિકલ્સને જ મજબૂત બનાવતા નથી, પણ ચેપ અને ડ્રાયનેસને રોકવામાં મદદ કરી વાળના વિકાસમાં મદદ કરે છે
હેર માસ્ક બનાવવા માટે આદુનો રસ અને એલોવેરા જેલના મિક્સ કરો. માથાની ચામડી અને વાળ પર માસ્ક એપ્લાય કરો. ત્યાબાદ 30 મિનિટ સુધી રહેવા દો.આ મિશ્રણ વાળના વિકાસમાં ફાળો આપી વાળની રચના સુધારવામાં મદદ કરી શકે છે.