શરીર સ્વચ્છ અને સાફ રાખવા દરરોજ સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કરવાથી તન સ્વચ્છ અને મન પ્રફુલ્લિત રહે છે. શરીરમાંથી આળસ દૂર થાય છે અને સ્ફૂર્તિ અનુભવાય છે.
મોટાભાગના લોકો સવારે સ્નાન કરે છે. આખો દિવસ કામ કર્યા બાદ થાક, સમયનો અભાવ કે આળસના કારણે રાત્રે માત્ર હાથ પગ અને મોં ઘોઇ સુઇ જાય છે.
ખાસ કરીને ઉનાળામાં શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળામાં શરીરમાંથી વધારે પરસેવો નીકળે છે. શરીર પર અળાઇ પણ થાય છે. આથી રાત્રે સુતા પહેલા એક કામ કરવું જોઇએ.
ઉનાળામા રાતે સુતા પહેલા સ્નાન કરવું જોઇએ. તેનાથી શરીરના પરસેવાની દૂગંધ દૂર થશે અને ઠંડક લાગશે.
ઉનાળમાં ઘણા વ્યક્તિ રાતે સ્નાન કર્યા બાદ સુતા હોય છે. જો કે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી કે રાતે સુવાના કેટલા સમય પહેલા સ્નાન કરવું જોઇએ?
રાતે ઊંઘવાના 90 મિનિટ પહેલા પાણીથી સ્નાન કરવું જોઇએ. રાતે જમ્યા બાદ તરત જ સ્નાન ક્યારેય કરવું જોઇએ નહીં.
ઉનાળામાં રાતે સુતા પહેલા સ્નાન કરવાથી શરીરનો થાક દૂર થાય છે અને નિરાંતની ઊંઘ આવે છે. ઉનાળામાં રાતે સ્નાન કરવાથી શરીરનું તાપમાન ઘટે છે, જે સારી ઊંઘ લેવામાં મદદરૂપ થાય છે.
રાતે નાહવાથી શરીર પરથી બેકટેરિયા અને કિટાણુઓ સાફ થાય છે, રોમછિદ્રો ખુલી જતા ત્વચા સારી રહે છે. ચહેરા અને પીઠ પર ખીલ કે અળાઇ થતી નથી.
ઉનાળામાં વધારે પરસેવો આવે છે. ઘણી વખત પરસેવા, બહારની ધૂળ ગંદકી અને પ્રદૂષણથી એનર્જી થઇ શકે છે. આથી આખો દિવસ નોકરી અને બહાર ફર્યા બાદ રાતે સુતા પહેલા સ્નાન કરાવાથી શરીરની ગંદકી દૂર થાય છે.