Summer Health Tips : ઉનાળમાં કોલેરાના કેસોમાં વધારો, જાણો લક્ષણો અને ઉપાયો

Apr 24, 2024, 01:59 PM

ઉનાળામાં ગરમીનું તાપમાન જેમ જેમ વધે છે તેમ પરસેવો વધુ થાય છે અને પાણી વધુ પીવાય છે, અને ભૂખ ઓછી લાગે છે. ત્યારે આપણે સરળતાથી પાચન થઇ જાય અને લાઈટ રહે તેવા ફૂડ ઓપ્શન શોધીયે છીએ.

સામાન્ય રીતે ઉનાળામાં કોલેરાના કેસ વધુ જોવા મળે છે, તે મોટેભાગે બહારનો ખુલ્લો ખોરાક ખાવાથી થઇ શકે છે. અહીં જાણો કોલેરાની બીમારી વિષે,

કોલેરા શું છે?

કોલેરા એક બેક્ટેરિયલ રોગ છે. જે સામાન્ય રીતે દુષિત પાણી દ્વારા ફેલાય છે. અને તે ડીહાઇડ્રેશનનું કારણ બની શકે છે. અને ગંભીર કેસમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. તે કિડની પણ અસર કરે છે.

કોલેરાના લક્ષણો

સામાન્ય રીતે ચેપના 2-3 દિવસમાં દેખાય છે અને વ્યાપકપણે બદલાય છે, અને કેટલાક કિસ્સાઓમાં લોકો એસિમ્પટમેટિક હોય છે.

કોલેરાના લક્ષણો

ગંભીર કિસ્સાઓમાં, લોકોને પાણીયુક્ત ઝાડા અને ઉલટી થાય છે, જે ડિહાઇડ્રેશન તરફ દોરી જાય છે જો દર્દીને સમયસર સારવાર ન મળે તો કલાકોમાં જીવલેણ બની શકે છે.

સારવાર કેવી રીતે કરવી?

જો કોલેરાની બીમારીની સારવાર ન કરવામાં આવે તો કલાકોમાં મૃત્યુ થઇ શકે છે. પરંતુ યોગ્ય કાળજી સાથે, મૃત્યુ દર ઘટીને 1 ટકા અથવા તેનાથી ઓછો થઈ જાય છે.

સારવાર કેવી રીતે કરવી?

સારવાર માટે રીહાઈડ્રેશનની જરૂર છે, જેમાં સરળ ઓરલ રીહાઈડ્રેશનનો સમાવેશ થાય છે, અને વધુ ગંભીર કેસ ધરાવતા લોકો માટે એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે.