Summer Health Tips : ઉનાળામાં આ બીજનું કરો સેવન, શરીરને આપશે ઠંડક

Mar 20, 2024, 11:48 AM

ઉનાળાની શરૂઆત થઇ ગઇ હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે.

ત્યારે ઉનાળાની ઋુતુ દરમિયાન તમારે તકમરિયા પીવા જોઇએ. તકમરિયા ફાઇબરથી ભરપૂર હોય છે.

તકમરીયા હેલ્થ અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

તકમરીયા ખાવાથી શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે અને સાથે બીજા અનેક ઘણાં ફાયદાઓ મળે છે.

તકમરીયા તમે દિવસમાં એક ચમચી ખાવા જોઇએ. આ માટે તમે રાત્રે એક ચમચી તકમરિયા લઇને પાણીમાં પલાળો અને પછી આ પાણી સવારમાં પી લો.

તકમરીયા તમે પલાળીને પછી જ્યુસમાં એડ કરી શકો છો. લીંબુ સરબત કે કોઇ અન્ય જ્યુસ કે દુધમાં નાંખીને પી શકો છો. આ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.

ઘણાં લોકોને વારંવાર બ્લડ પ્રેશર વધી જતુ હોય છે, તકમરીયા ખાવાથી બ્લડ પ્રેશરમાં કંટ્રોલમાં રહે છે.

તકમરિયાનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે શુગરને કંટ્રોલમાં રાખે છે.

ઉનાળામાં વરિયાળીનું સેવન ગરમીમાં રાહત આપે છે, તેને પાણીમાં પલાળીને, સવારે પાણી પીવું જેથી શરીરને ઠંડક થાય.