કસરત કરવાથી શરીર તંદુરસ્ત અને મજબૂત રહે છે. મોટા ભાગના લોકો શિયાળામાં કસરત કરે છે પણ ગરમીના કારણે ઉનાળામાં વર્કઆઉટ કરવાનું ટાળે છે.
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે, વર્કઆઉટ કરવાનો સોથી યોગ્ય સમય કયો સવાર કે સાંજ? ક્યા સમયે કસરત કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે? અહીં જાણો
સવારમાં કસરત કરવાથી શરીરને ફાયદો થાય છે. આ સમયે વાતાવરણમાં ઓક્સિજન વધારે પ્રમાણમાં હોય છે, ખુલ્લી હવામાં શ્વાસ લેવાથી મગજ સ્વસ્થ્ય રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે.
એવું માનવામાં આવે છે કે, મોર્નિંગ વર્કઆઉટ થી સારી ઉંઘ આવે છે. ઉપરાંત મેટાબોલિઝ્મ સુધારવામાં મદદ મળે છે.
ઘણા લોકો સાંજે કસરત કરતે છે. જે લોકો સવારમાં જાગી શકતા નથી અથવા સમયનો અભાવ હોય છે તેઓ સાંજે વર્કઆઉટ કરે છે.આ સમયે કસરત કરવાથી કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મન્સનું લેવલ ઓછું હોય છે, જેથી તમે રિલેક્સ અનુભવો છો.
હેલ્થ એક્સપર્ટ્સના મતે ઉનાળમાં કસરત કરવા માટે સવારનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. કારણ કે આ સમયે સૂર્યનો તડકો ઓછો હોવાથી શરીરને વધારે ગરમી લાગતી નથી.