ઉનાળામાં ગરમી સતત વધી રહી છે. સૂર્યના આકરા તડકામાં ઘર માંથી બહાર નીકળતી વખતે બહુ સાવાધાની રાખવી જરૂરી છે નહીંત્તર લૂ લાગી શકે છે.
લૂ એટલે હિટ સ્ટોકની સમયસર સારવાર કરવામાં ન આવે તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. અહીં લૂ ઉતારવાના ઘરગથ્થુ ઉપાય આપ્યા છે.
જે વ્યક્તિને લૂ લાગી હોય તેના માથા પર ઠંડા પાણીમાં ભીનું કરેલું કપડું મૂકો. શરીર પર ઠંડા પાણીમાં પલાળેલા કપડા વડે સ્પેન્જ કરવું. તેનાથી શરીર ઠંડુ થશે.
ડુંગળીનો રસ પગના તળિયે અને નખ પર ઘસવાથી લૂ ઉતરી જાય છે. કાચી ડુંગળી ખાવાથી પણ લૂ થી બચી શકાય છે.
લૂ લાગે ત્યારે ફળના રસ અને નારિયેળ પાણી અને ઇલેક્ટ્રોલનું સેવન કરવું જોઇએ. તેનાથી શરીરને એનર્જી મળશે. લૂ લાગે ત્યારે ચા કે કોફી પીવી નહીં.
લૂ લાગે ત્યારે ફ્રિજના પાણીના બદલે માટલાનું સાદું પાણી પીવું જોઇએ.
ઉનાળામાં લીબું રસ, વરિયાળીનું પાણી અને કાચી કેરીનો રસ લૂ સામે રક્ષણ આપે છે.
ઉનાળામાં લૂ લાગવાથી તબિયત વધારે ખરાબ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.