ઉનાળામાં લૂ ઉતારવાના 7 દેશી ઉપાય, તરત રાહત મળશે

May 20, 2025, 12:10 PM

લૂ ઉતારવાના ઉપાય

ઉનાળામાં ગરમી દિવસે દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અને લૂ લાગવાનું જોખમ રહે છે. અહીં લૂ ઉતારવાના અમુક દેશી ઉપાય આપ્યા છે.

ડુંગળીનો રસ

લૂ લાગે ત્યારે ડુંગલીનો રસ માથા પર અને પગના તળિયામાં લગાવવું જોઇએ. તેનાથી દર્દીની શરીરની બળતરા શાંત થશે. આ દેશી ઉપાય કરવાથી લૂની અસર ઘટી જાય છે.

કાંસાના વાસણથી મસાજ

લૂ લાગે ત્યારે કાંસાના વાસણનો દેશી ઉપાય કરવો જોઇએ. આ માટે કાંસાના વાસણ પર ઘી લગાવી હાથની હથેળી અને પગના તળિયાની મસાજ કરવાથી લૂ ઉતરી જાય છે.

કાચી કેરીનો રસ

કેરી ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે છે. કાચી કેરીનો બાફલો એટલે કે આમ પન્નાનું સેવન કરવાથી લૂની અસર ઓછી થાય છે.

વારિયાળીનું પાણી

રાતે વરિયાળી પાણીમાં પલાળી લો. સવારે આ પાણી પીવાથી લૂની પીડામાં રાહત મળે છે.

કોથમીર ફુદીનાનો રસ

કોથમીર અને ફુદાનાનો રસ પીવાથી પણ લૂમાં આરામ મળે છે.

ગરમ પાણી

એક ડોલ કે વાસણમાં પાણી ભરી આખો દિવસ તડકામાં મૂકી રાખો. ત્યાર પછી સાંજે આ પાણીથી સ્નાન કરવાથી લૂની અસર ઓછી થાય છે.

ભીનું કપડું

લૂ લાગે ત્યારે આખું શરીર ભીના કપડાંથી સાફ કરી લો અને પછી નોર્મલ પાણી પીવું. થોડાક સમય પછી એક ભીનું કપડું માથા પર મૂકી શરીરને ઠંડુ થવા દો. શરીરનું તાપમાન સામાન્ય પાણી થયા બાદ નોર્મલ પાણી પીવો.

ડોક્ટરની સલાહ લેવી

નોંધ: આ માહિતી વિવિધ માધ્યમો દ્વારા એક્ત્ર કરવામાં આવી છે. તે પુરેપુરી સચોટ અને અસરકારક હોવાનો અમે દાવો કરતા નથી. સંભવિત જોખમથી બચવા લૂ લાગે ત્યારે ડોક્ટરનો અચૂક સંપર્ક કરવો.