ઉનાળામાં પરસેવો થવાથી બોડી ડિહાઈડ્રેટેડ થઇ જાય છે તેથી બોડી હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. એવામાં તમને અનેક સીઝનલ ફ્રૂટ્સ અને જ્યુસનું સેવન કરી શકો છો.

May 08, 2024, 03:45 PM

ઉનાળામાં ગરમી સતત વધી રહી છે. શરીર દાઝી જાય તેવો તડકો પડી રહ્યો છે. ભયંકર ગરમી અને આકરા તડકામાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.

ગરમી

ગરમી દિવસેને દિવસે તેનો પ્રકોપ બતાવી રહી છે. અસહ્ય ગરમીમાં જમવામાં છાશ કે દહીંનું સેવન કરવું જરૂરી છે જે તમને હાઈડ્રેટેડ રાખશે અને પાચન સંબંધી બીમારીઓથી દૂર રાખશે.

ઉનાળામાં ફ્રેશ અને હેલ્થી ડ્રિંક બોડીને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. પરંતુ તે મોટેભાગે સુગર યુક્ત હોય છે પરંતુ તમે સમર (summer) માં સુગરયુક્ત ડ્રિન્કનું હેલ્થી વરઝ્ન શોધી રહ્યા છો? તો અહીં વાંચો.

વરિયાળીનું સરબત

વરિયાળાનું સરબત ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. વરિયાળીનું સેવન શરીરના તાપમાનને જાળવી રાખે છે. વરિયાળીને રાત્રે પાણીમાં પલાળી સવારમાં તે પાણીનું સેવન કરો. વરિયાળાનું સરબત હેલ્થ માટે ફાયદાકારક છે.

લીબું સરબત

લીંબુ સરબત ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપૂર લીંબુ સરબત પીવાથી શરીરને તરત જ એનર્જી મળે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. લીંબુ સરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. ઉપરાંત લીંબુ સરબત ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે.

પુષ્કળ પાણી પીવો

ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. પાણી ઉપરાંત વિવિધ શરબત, ફ્રુટ જ્યુસનું સેવન કરવાથી પણ શરીરમાં ઠંડક રહે છે અને બોડી હાઇડ્રેટેડ રહે છે.

કોથમીર અને ફુદીનાનું સરબત

લૂ લાગે ત્યારે કોથમીર ફુદીનાનો રસ પીવો જોઇએ. કોથમીર અને ફુદીનાની પ્રકૃતિ ઠંડી છે, આથી ઉનાળામાં આ બંને ચીજ મિક્સ કરી સરબત બનાવીને પીવાથી શરીરમાં ઠંડક થાય છે. સરબત ઉપરાંત તમે કોથમીર અને ફુદીનાની ચટણી બનાવી સેવન કરી શકાય છે.