ઉનાળામાં રસોડામાં જઈને રસોઈ બનાવવી એ સ્ત્રીઓ માટે યુદ્ધ લડવા જેવું કામ બની રહે છે ત્યારે આ ચટપટો નાસ્તો મેગી કરતા પણ ફાસ્ટ રીતે બની જશે.

Jun 07, 2024, 12:04 PM

અહીં આપણે ચટપટા વઘારેલા મમરાની ચાટની વાત કરીએ છીએ.આ ઉપરાંત ચાટમાં લીંબુ, કાંદા આવતા હોવાથી ગરમીથી બચવા માટે પણ મદદ કરે છે.

ઉનાળામાં વઘારેલા મમરાની ચાટ ખાવાથી પેટ ભરાય છે અને અકળામણ પણ થતી નથી.

તો ચાલો ફટાફટ નોંધીલો ચટપટી વઘારેલા મમરાની ચાટની રેસિપી.

જરૂરી વસ્તુઓ

વઘારેલા મમરા, એક ડુંગળી, ટામેટું, લીલા ધાણાં, લિંબુ, ચાટ મસાલો અથવા આમચુર પાઉડર, સંચળ, કાળા મરીનો પાઉડર, જીણી સેવ (નાંખવી હોય તો ઓપ્શનલ)

બનાવવાની રીત

મમરાને એક બાઉલમાં નાખો અને ઉપરથી ઝીંણા કાપેલા ડુંગળી, ટામેટા અને ધાણાનાંખો, ત્યારબાદ ઉપરથી લીંબુ નીચોવો, સ્વાદ અનુસાર ચાટ મસાલો અને સંચળ અને કાળા મરીનો પાઉડર નાંખીને હલાવી દો.

બનાવવાની રીત

વઘારેલા મમરાની ચાટ બનાવવા માટે ડુંગળી, ટામેટા અને લીધા ધાણાને ઝીંણા કાપી નાંખો. માણસોને ધ્યાનમાં રાખીને મમરા લેવા અને એ જ પ્રમાણે ડુંગળી, ટામેટા અને ધાણા લેવા.

ત્યારબાદ ટીસમાં કાઢીને ઉપરથી થોડી સેવનાખો અને લીલા ધાણાથી ગાર્નિસ કરો. આવી રીતે તમારી વઘારેલા મમરાની ચાટ તૈયાર થઈ જશે.