Mar 12, 2024

Health Drinks : સવારે આ હેલ્ધી ડ્રિંક લો, ગરમીથી આપશે રાહત

Shivani Chauhan

ગરમીની શરૂઆત થઇ ગઈ છે ત્યારે તમારી બોડીને હાઈડ્રેડેટ રાખવા માટે કેટલાક હેલ્થી ડ્રિન્કનું સેવન કરવું  ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Source: canva

આમળા અને આદુનો શોટ :  હવામાનમાં થતા ફેરફાર દરમિયાન તાજા આમળાના રસમાં 1 ચમચી આદુના રસમાં ભેળવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. 

હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ આ ડ્રિન્ક અસરકારક સાબિત થઇ શકે છે.

આદુ તેના બળતરા વિરોધી અને પાચન લાભો માટે જાણીતું છે. તે પાચનમાં મદદ કરે છે

 આમળા વિટામિન સીનો શક્તિશાળી સ્ત્રોત છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરદી અને એલર્જી જેવી મોસમી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

નાળિયેર પાણી એક સંપૂર્ણ હાઇડ્રેટર જે તમારા પાચન શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

આ પીણું એક આઇસોટોનિક પીણું છે, જે પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી સમૃદ્ધ છે, જે તેને હાઇડ્રેશન માટે ઉત્તમ વિકલ્પ છે.

નારિયેળના પાણીમાં સાયટોકિનિન હોય છે, જે વૃદ્ધત્વ વિરોધી અને કેન્સર વિરોધી અસરો સાથે સંકળાયેલા છે

આ પણ વાંચો: nnSore Throat : બદલાતી ઋતુમાં આ ઘરેલું ઉપચાર શરદી અને ગળાના દુખાવામાં રાહત આપશે