ઉનાળામાં ગરમીને કારણે પરેસેવો વધુ થવાથી પાણી વધુ પીવાય છે અને ભૂખ ઓછી લાગે છે.
જો તમને પણ જમવાની ઈચ્છા થતી નથી અથવા તમે વેઇટ લોસ જર્ની પર છો આ હેલ્થી પ્રોટીન રીચ સલાડ ટ્રાય કરો, જાણો રેસીપી
150g પનીર, 1 લીલું મરચું, અડધા લીંબુનો રસ, 1 લસણ (ઓપ્શનલ), 1/2 ચમચી ઓલિવ તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી મરીનો પાઉડર 1 કપ બાફેલા રાજમા, 1/4મો કપ કાકડી,1 ટામેટા (1/4થો કપ), 1 મધ્યમ કદની ડુંગળી, કોથમીર, 2 ચમચી કેરીના ટુકડા
'સમર સલાડ'' રેસીપી મેથડ : ડ્રેસિંગ માટે પનીર, લીલું મરચું, અડધા લીંબુનો રસ, ઓલિવ ઓઇલ, સોલ્ટ, મરી પાઉડર મિક્ષ કરી થોડું પાણી એડ કરી બ્લેન્ડ કરી લો.
મેથડ : ડ્રેસિંગ માટે પનીર, લીલું મરચું, અડધા લીંબુનો રસ, ઓલિવ ઓઇલ, સોલ્ટ, મરી પાઉડર મિક્ષ કરી થોડું પાણી એડ કરી બ્લેન્ડ કરી લો.
મેથડ : હવે બાફેલા રાજમા, કાકડી, ટામેટા, સમારેલી ડુંગળી, કોથમીર, કેરીના ટુકડા બધું પ્રોપર મિક્ષ કરો. તેમાં ડ્રેસિંગ માટે તૈયાર કરેલ સોસ ઉમેરો અને સલાડ ફ્રેશ સર્વ કરો.