ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે ચિલ્ડ અને હેલ્થી આઈસ્ક્રીમ ઘરે બનાવો, સીઝનની કેરી માંથી સરળતાથી તૈયાર થશે વીગન મેંગો આઈસક્રીમ, જાણો રેસીપી
વીગન આઈસક્રીમ બનાવવા માટે ખાંડની જગ્યાએ ખજૂર અને દૂધને બદલે નારિયેળના દૂધ લીધું છે.
ઉનાળાની સીઝનમાં કેરી ભરપૂર આવે છે. ત્યારે આપણે કેરીનો રસથી લઈને કેરીમાંથી અન્ય રેસીપી જેમ કે, આઈસ્ક્રીમ, કેક, મેંગો શેક, કેરીની ચટણી, અથાણું વગેરે બનાવતા હોઈએ છીએ.
મેથડ : ખજૂર, ફ્રેશ નારિયેળ, કટ કરેલી કેરી અને જાડું નારિયેળનું દૂધ બધું મિક્ષ કરી બ્લેન્ડ કરી લો. જો તમે ઇચ્છો તો તમે ઇલાઇચી પાવડર ઉમેરી શકો છો.
દરેક વસ્તુને મિક્સરમાં પ્રોપર બ્લેન્ડ થાય અને આ ઘટ્ટ મિશ્રણને એર-ટાઈટ કન્ટેનરમાં નાખો. આઈસ્ક્રીમ સેટ થઈ જાય ત્યાં સુધી તેને ફ્રીઝરમાં મૂકો
આ આઈસ્ક્રીમ જ્યારે સેમી-સેટ હોય ત્યારે તેનો સ્વાદ શ્રેષ્ઠ લાગશે. તેને વધારે ફ્રીઝ ન કરો, તેને તાજી કેરી અને થોડી સમારેલી બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.