Summer Recipe : ઓછી સામગ્રીમાં કેરીમાંથી ઘરે બનાવો મજેદાર બજાર જેવો રબડી આઈસ્ક્રીમ, નોંધી લો રેસીપી

Jun 05, 2024, 02:34 PM

કેરી

ઉનાળો પૂરો થવાને થોડા દિવસો બાકી છે, ત્યારે કેરી બજારમાં ખુબજ જોવા મળી રહી છે. કેરીમાંથી ઘણા વાનગી બનાવી શકાય છે, જેમાં રસથી લઈને શ્રીખંડ અને આઈસ્ક્રીમ વગેરે

અહીં માસ્ટર શેફ વિકાસ ખન્નાની ખાસ મેંગો રબડી આઈસ્ક્રીમ રેસીપી શેર કરી છે આ આઈસ્ક્રીમ ઓછી સામગ્રીમાં બજાર જેવી ટેસ્ટી બને છે, જાણો રેસીપી

સામગ્રી

એક કપ દૂધ, 2 કેરીની પ્યુરી, 1 ચમચી ઈલાયચી પાઉડર, 1 ચમચી પાઉડર શુગર અને ગોળ જરૂર મુજબ, તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ (ઓપ્શનલ)

મેથડ

સૌ પ્રથમ એક પેનમાં દૂધ ગરમ કરો, તેને ધીમા તાપે થવા દો, દૂધ જ્યાં સુધી થીક ન થાય ત્યાં સુધી મિશ્રણને હલાવતા રહો. દૂધ થીક થાય એટલે એમાં પાઉડર શુગર ઉમેરો.

મેંગો રબડી આઈસ્ક્રીમ રેસીપી

હવે દૂધમાં ઈલાયચી પાઉડર, ગોળનો ભુક્કો અને કેરીની પ્યુરી ઉમેરી સતત મિક્ષ કરતા રહો, સારી રીતે મિક્ષ થઇ જાય એટલે મિશ્રણને ઠંડુ થવા દો.

સર્વિંગ

સર્વિંગ : મિશ્રણ ઠંડુ થાય એટલે કપમાં કાઢો અને 7-8 કલાક માટે રેફ્રિજરેટ કરો. હવે મજેદાર મેંગો રબડી આઈસ ક્રીમ તૈયાર છે, તેને ઠંડો સર્વ કરો.

યામી ગૌતમના પ્રિય પહાડી સ્ટાઇલ રાજમા ચાવલ, ઘરે બનાવવા નોંધી લો રેસીપી