ઉનાળામાં અનાનસ અથવા પાઈનેપલ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. અહીં આ સીઝનલ ફ્રૂટમાંથી ખાસ પાઈનેપલ લસ્સીની રેસીપી કરી છે જે ઝડપી બની જાય છે
4-5 પાઈનેપલની સ્લાઈસ, 1 કપ દૂધ, 1 કપ દહીં, બ્રાઉન સુગર અથવા રેગ્યુલર સુગર અને આઈસ ક્યુબ
સૌ પ્રથમ પાઈનેપલને સારી રીતે કટ કરી સ્લાઈસ કરો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને બ્રાઉન સુગર પાઉડર નાખો અને સારી રીતે મેરિનેટ કરો.
પાઈનેપલ મેરિનેટ કર્યા બધી સ્લાઈસને પેન ગરમ કરી શેકી લો, થોડી વાર શેકવા દો.
ત્યારબાદ મિક્ષર બ્લેન્ડરમાં દૂધ, દહીં, બ્રાઉન સુગર પાઉડર અને આઈસ ક્યુબ નાખી સારી રીતે બ્લેન્ડ કરો.
સારી રીતે બ્લેન્ડ કર્યા બાદ તૈયાર પાઈનેપલ લસ્સી એક ગ્લાસમાં કાઢીને પાઈનેપલ સ્લાઈસથી ગાર્નિશ કરી સર્વ કરો.