Summer Recipe : ગરમીમાં ખાસ ટ્રાય કરો ફ્રૂટ રસમ, પચવામાં રહેશે સરળ, જાણો રેસીપી

May 02, 2024, 01:34 PM

ઉનાળામાં ગરમીનું તાપમાન જેમ જેમ વધે છે તેમ પરસેવો વધુ થાય છે અને પાણી વધુ પીવાય છે, અને ભૂખ ઓછી લાગે છે. ત્યારે આપણે સરળતાથી પાચન થઇ જાય અને લાઈટ રહે તેવા ફૂડ ઓપ્શન શોધીયે છીએ.

જો તમે પણ કંઈક આવી રેસીપી શોધી રહ્યા છો તો ખાસ દાડમની રસમ ટ્રાય કરો, જે તમને બધી રસમમાં બેસ્ટ લાગશે!

દાડમ રસમ રેસીપી

સામગ્રી : 1 કપ દાડમ, 1 કપ પાણી, 1/4 કપ બાફેલી તુવેર દાળ, 2 ચમચી આમલીની પેસ્ટ અથવા આમલીનું પાણી, 2 લીલા મરચાં, 2 ચમચી રસમ પાવડર, 1/2 ચમચી ગોળ (ઓપ્શનલ), 1 ચમચી કોથમીર,

દાડમ રસમ રેસીપી

મેથડ : બ્લેન્ડરમાં દાડમ અને પાણી ઉમેરો અને પ્યુરી બનાવવા માટે બ્લેન્ડ કરો. તેને ગાળીને બાજુ પર રાખો.

દાડમ રસમ રેસીપી

મેથડ : એક પેનમાં બાફેલી તુવેર દાળ, આમલીનું પાણી, લીલા મરચાં, રસમ પાવડર અને ગોળ નાખીને બરાબર મિક્ષ કરી લો. 1 કપ પાણી ઉમેરો અને 7-8 મિનિટ સુધી ચડવા દો.

દાડમ રસમ રેસીપી

મેથડ : દાડમની પ્યુરી, 1 કપ પાણી ઉમેરો અને બીજી 4-5 મિનિટ સુધી ચડવા દો. આપેલ સામગ્રી સાથે વઘાર ઉમેરો અને ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.