ઉનાળાની સીઝનમાં ગુંદા વધારે આવે છે. ત્યારે તેમાંથી ગુંદાનું અથાણું બનાવામાં આવે છે. આ ઉપરાંત તમે ફેમસ રાજસ્થાની સ્ટાઇલમાં ગુંદા મેથીનું શાક પણ બનાવી શકો છો.
રાજસ્થાની ગુંદા મેથીનું શાક સ્વાદિષ્ટ બને છે ઉપંરાત તમેઅ મેથી ઉમેરવામાં આવતી હોવાથી સ્વાસ્થ્યનો ખજાનો ગણી શકાય! જાણો લો રેસીપી
સામગ્રી : 300 ગ્રામ ગુંદા, 1/2 કપ પલાળેલા મેથી દાણા, પાણી (જરૂર મુજબ), 2 ટીસ્પૂન ધાણા પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર,1 ચમચી હળદર પાવડર ,2 ચમચી તેલ, 1 ચમચી રાઈ,1 ટીસ્પૂન જીરું,1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન ડુંગળી અને 1/2 છીણેલી કાચી કેરી
મેથડ : સૌ પ્રથમ ગરમ પાણીમાં ગુંદા નાખીને પાણીમાં ઉકાળો. ત્યારબાદ મેથીને પણ પાણીમાં બાફી લો.
ત્યારબાદ ગુંદાના 2 ટુકડા કરો તેના બીજ કાઢી લો, તેને એક મિક્સિંગ બાઉલમાં લો, તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્ષ કરી લો.
ત્યારપછી એક એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં રાય,જીરું, વરિયાળી અને કલોંજી ઉમેરો. તેમાં સમારેલી કાચી કેરી ઉમેરો, આ બધું સારી રીતે ફ્રાય કરો અને ગુંદાનું અને બાફેલી મેથીનું મિશ્રણ ઉમેરો
આ શાકને ઢાંકણ ઢાંકીને મધ્યમ તાપ પર 10 મિનિટ સુધી પકાવો, મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસના સ્ટવ પરથી ઉતારી ''રાજસ્થાની ગુંદા મેથીનું શાક'' રોટલી અથવા ભાખરી સાથે સર્વ કરો.