Summer Recipes: રાજસ્થાની બુંદી રાયતા, ટેસ્ટ સાથે હેલ્થ માટે બેસ્ટ
ઉનાળામાં ફ્રૂટ્સ જ્યુસ અને આઇસકીમ ખાઇને કંટાળી ગયા છો, તો યુનિક ટેસ્ટ માટે રાજસ્થાની બુંદી રાયતા બનાવી મજા માણો
રાજસ્થાની બુંદી રાયતા ઓછી સામગ્રીમાં ફટાફટ તૈયાર થઇ જાય છે
રાજસ્થાની બુંદી રાયતા બનાવવા માટે દહીં કે છાશ, તીખી મમરી એટલે કે બુંદી, કોથમીર, સમારેલા ફુદીનાના પાન, છાશ મસાલા, દાડમના દાણા અને સ્વાદ અનુસાર મીઠું જોઇએ છે.
ટેસ્ટી રાજસ્થાની બુંદી રાયતા બનાવવા માટે એક વાસણમાં દહીંમાં જરૂરિયાત અનુસાર પાણી નાંખી તેને બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરી લો
જો તમે છાશ માંથી રાજસ્થાની બુંદી રાયતા બનાવવા છો તો તેમા પાણી નાંખીની જરૂર નથી
હવે તેમા છાશ મસાલા, મીઠું, સમારેલા ફુદીનાના પાન, કોથમીર નાખી બરાબર મિક્સ કરો
હવે તેમાં તીખી બુંદી અને દાડમ નાંખો અને 5 થી 10 મિનિટ માટે રહેવા દો, જેથી બુંદી પલળી જાય
હવે રાજસ્થાની બુંદી રાયતાને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દો
રાજસ્થાની બુંદી રાયતાને બાઉલમાં લઇ મજા માણો
બુંદી રાયતા ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. બુંદી રાયતા દહીં અને છાશમાંથી બને છે, જે પેટમાં ઠંડક કરે છે. જેમા વપરાતી સામગ્રી પાચનક્રિયા સુધારે કરે છે.