કેળા આપણા શરીરમાં પાણીની ઉણપને ભરે છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, પરંતુ શું તમે આ જાણો છો? કેળાની છાલ પણ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો કેવી રીતે?
કેળાની છાલનો ફેસ પેક તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળાની છાલનો ફેસ પેક તમારા ચહેરાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
વર્કઆઉટ પછી તરત જ કેળા ખાવાથી સ્નાયુઓ બનાવવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં, કેળા ગ્લાયકોજેન પ્રોડક્શનમાં મદદરૂપ થાય છે. આનાથી શરીરને તાત્કાલિક સ્નાયુ નિર્માણમાં મદદ મળે છે.
ઈલાયચીને ખીલ દૂર કરવામાં મદદ કરે છે. તે સ્કિન પરના જિદ્દી ડાઘ સ્પોટ દૂર કરે છે. તે સીબુમના પ્રવાહને કંટ્રોલ કરે છે અને તમામ ભરાયેલા છિદ્રોને સાફ કરે છે. સ્કિનની ખંજવાળ મટાડી સ્કિન નિખારવાનું કામ કરે છે.
કેળાની છાલનો અંદરનો ભાગ ચહેરા પરના પિમ્પલ્સ પર લગાવવાથી પિમ્પલ્સની સમસ્યા દૂર થઈ જાય છે. 10 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી પિમ્પલ્સ ઓછા થાય છે.
જો તમે ડાર્ક સર્કલથી પરેશાન છો તો કેળાની છાલને અંદરથી તમારી આંખોની નીચે ઘસો. કેળાની છાલનો ઉપયોગ કરતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો.
આ માટે આપણને કેળાની છાલ, દહીં, એલોવેરા, ગુલાબજળ અને હળદર જોઈએ. આ બધી સામગ્રીને પીસીને ઝીણી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો.
આ પેસ્ટને લગભગ વીસ મિનિટ માટે રહેવા દો અને પછી ફેસ વોશ કરો. અઠવાડિયામાં ત્રણથી ચાર વાર આ ફેસ પેક એપ્લાય કરી શકાય.