Skin Care : પાર્લર ગયા વિના આ રીતે ઘરે કરો અપર લિપ્સની સમસ્યા દૂર, આ રહી ટિપ્સ

Mar 29, 2024, 04:40 PM

સુંદરતા માટે સ્ત્રીઓ શું નથી કરતી! પાર્લર જવાથી લઈને ઘરગથ્થુ ઉપચાર સુધી ઘણા નુસખા અપનાવતી હોય છે.

મકાઈના લોટમાં ખાંડ અને ઇંડા મિક્સ કરો. તેની પેસ્ટ ચહેરા અને હાથ પર લગાવો. આ પેસ્ટને થોડીવાર રહેવા દો અને ધોઈ લો. તે ચહેરા અને હાથ પરના વધારાના વાળથી છુટકારો મેળવવામાં પણ મદદ કરશે.

ઘણી સ્ત્રીઓ એવી હોય છે જેમને હોઠ ઉપર વાળ આવે છે જેથી તેઓ રેગ્યુલર અપરલિપ કરાવે છે.

અહીં  કેટલીક ટિપ્સ જણાવીશું જેથી તમે પાર્લરમાં ગયા વિના અપર લિપની સમસ્યાને થોડા જ સમયમાં દૂર કરી શકો છો.

મકાઈના લોટમાં ખાંડ અને ઇંડા મિક્સ કરો. તેની પેસ્ટ ચહેરા અને હાથ પર લગાવો. આ પેસ્ટને થોડીવાર રહેવા દો અને ધોઈ લો. તે ચહેરા અને હાથ પરના વધારાના વાળથી છુટકારો મેળવવામાં પણ મદદ કરશે.

મધ, ખાંડ અને લીંબુનો રસ બધું 1 ચમચીમાં લો. આને એક ચમચી વડે હલાવો. ત્યારબાદ આ મિશ્રણને ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં લગાવો. 15 થી 20 મિનિટ પછી હળવા હાથે માલિશ કરો અને આ પેકને દૂર કરો.

મધ સ્ટીકી હોવાથી આ પેક વાળ દૂર કરવામાં મદદ કરશે. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ચોક્કસ કરી શકો છો.

એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. પછી તેની મિક્સર પર પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો.

તે વાળ ખરવામાં મદદ કરી શકે છે. અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરવાથી ચહેરાના વાળ દૂર થશે.

વ્યક્તિ એક કિડની પર કેટલો સમય જીવી શકે ? જાણો