Summer Skin Care : શું ખીલની સમસ્યા દૂર કરી શકે મગની દાળ, જાણો

Apr 18, 2024, 04:32 PM

ફેસ પર પિમ્પલ થવાની સમસ્યા ઘણા લોકોને છે, ઉનાળાની ઋતુમાં પિમ્પલ્સ, બમ્પ અને ડાઘ સામાન્ય છે.આવી સ્થિતિમાં લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણા નુસખા કરે છે.

અહીં ખીલ અસરકારક ઉપાય જણાવવા છે જે ચહેરા પરથી કરચલીઓ દૂર કરી શકે છે અને ફેસ ગ્લો આપી શકે છે. જાણો કેટલીક ખાસ ટિપ્સ જે સ્કિન કેરમાં મદદરૂપ થશે.

મગની દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત પૌષ્ટિક અને સુપાચ્ય માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મગની દાળ સુંદરતામાં વધારો કરવાનું કામ પણ કામ કરી શકે છે,

મગની દાળનું સ્ક્રબ ત્વચાને સાફ કરવામાં અને ખીલ ઘટાડવામાં મદદ કરે છે. મગની દાળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ખીલ અને ત્વચાના અન્ય ડાઘને રોકવામાં મદદ કરે છે.

મગની દાળમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ત્વચાની રચનાને સુધારવામાં પણ મદદ કરે છે.