Summer Skin Care : ટેનિંગ, ડ્રાય સ્કિનની સમસ્યા દૂર કરી ગ્લો આપશે આ ફ્રૂટના ફેસપેક, જાણો

May 05, 2024, 05:46 PM

ઉનાળાની ઋતુમાં સ્કિન ડ્રાય, ટેનિંગની સમસ્યા અને પિમ્પલની સમસ્યા થઇ હોય છે, ત્યારે તમારી સ્કિનને આ બધી સમસ્યાથી બચાવવા અને હાઈડ્રેટેડ અને નેચરલી ગ્લોઈંગ રાખવા ઘરે ફેસ પેક બનાવી શકો છો.

નારંગીનું સેવન આપણે બધા કરીયે છીએ, નારંગી અનેક સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતી છે, તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

આ ઉપરાંત ખાસ તમારી ત્વચાને ગ્લોઈંગ રાખે છે. પરંતુ શું તમને ખબર છે નારંગીની છાલમાં નારંગી કરતાં વધુ વિટામિન સી હોય છે.

નારંગીની છાલમાં એન્ટીઑકિસડન્ટો હોય છે અને તેનો નિયમિતપણે ફેસ પેકમાં ઉપયોગ કરવાથી તમને થોડા જ સમયમાં ગ્લોઈંગ સ્કિન મળી શકે છે,

છાલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે જે તેને ખીલ અને ઓઈલી સ્કિન માટે ઉત્તમ બનાવે છે. તે ત્વચાને લાઇટનિંગ એજન્ટ તરીકે પણ કામ કરે છે.

સ્કિન પરના નિશાન અને પિગમેન્ટેશન માટે અસરકારક છે. નારંગીની છાલવાળા ફેસ પેકનો ઉપયોગ ફેસ ક્લીન્સર તરીકે પણ કરી શકાય છે અને ત્વચાને ચમકદાર રાખી શકાય છે.

એવા સ્કિનને હાઈડ્રેટેડ રાખવા અને ગ્લો માટે આ સ્પેશિયલ ડ્રિન્ક તમે ટ્રાય કરી શકો છો.

નારંગીની છાલ અને દહીં :

ફેસ પેક1 ચમચી નારંગીની છાલનો પાવડર અને 2 ચમચી દહીં સારી રીતે મિક્સ કરો. ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ક્લીન કરો. આ એક ઇન્સ્ટન્ટ ફેસ ગ્લોઈંગ પેક છે જે તમે પાર્ટી અથવા કોઈપણ મોટી ઇવેન્ટ પહેલાં એપ્લાય કરી શકો છો.

નારંગીની છાલ, હળદર અને મધ :

ટેનિંગ દૂર કરવા માટે ફેસવોશનો ઉપયોગ કરો. 1 ચમચી નારંગીની છાલનો પાવડર, માત્ર એક ચપટી હળદર અને 1 ચમચી નેચરલ મધને સારી રીતે ઝીણી પેસ્ટમાં મિક્સ કરો. ચહેરા અને ગરદન પર એપ્લાય કરો અને 5 થી 10 મિનિટ પછી ગુલાબજળથી ધોઈ લો