Summer Skin Care : શું ઉનાળામાં સ્કિન ટેનિંગની સમસ્યા વધી ગઈ છે? આ ઘરેલુ ઉપાય કરો

May 02, 2024, 01:44 PM

ઉનાળામાં સ્કિન ટેનિંગની સમસ્યા થતી હોય છે. ઘણા લોકો તેમની સ્કિનને હેલ્થી અને ગ્લોઈંગ રાખવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં ફેસ અથવા હાથ તરત જ ટેન થઈ જાય છે.

પરંતુ, સનસ્ક્રીનનો ઉપયોગ કર્યા સિવાય તમે હાથને ટેનિંગથી બચવા માટે આ ઘરેલું ઉપાયોનો કરી શકો છો.

રેગ્યુલર એક્સફોલિએટ કરો

હળવા સ્ક્રબનો ઉપયોગ કરો અથવા સુગર અને ઓલિવ ઓઇલ જેવી નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરીને ઘરે તમારું પોતાનું એક્સફોલિએટિંગ મિશ્રણ બનાવો.

લીંબુનો રસ

તમારા હાથ અને ફેસ પર તાજા લીંબુનો રસ લગાવો. તેને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. પછી નવશેકા પાણીથી હાથ ધોઈ લો.

બટાકાની પેસ્ટ

બટેટાને છીણી લો અને તેનો રસ કાઢો, પછી કોટન રૂથી તમારા હાથ પર રસ લગાવો.

સૌપ્રથમ દૂધ ઉકાળવું

મોટા વાસણમાં 1 લિટર (આશરે 4 કપ) દૂધ ઉમેરો. પછી દૂધને મધ્યમ-ધીમી આંચ પર ગરમ કરવાનું શરૂ કરો.જેમ જેમ દૂધ ગરમ થાય છે તેમ મિક્ષરને હલાવતા રહો જેથી સપાટી પર ચોંટી ન જાય અને વાસણના તળિયે દૂધ બળી ન જાય.

એલોવેરા જેલ

તમારા હાથ અને સ્કીન પર એલોવેરા જેલ એપ્લાય કરો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. આખી રાત રહેવા દો અને સવારે ધોઈ લો.

કાકડીના ટુકડા

તમારા હાથ અને ફેસ પર કાકડીના ટુકડા મૂકો અને તેને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ટેન ઘટાડવા માટે આ ઉપાયને દરરોજ પુનરાવર્તિત કરો.

યોગર્ટ માસ્ક

તમારા હાથ અને ફેસ પર દહીં એપ્લાય કરો અને તેને 20 થી 30 મિનિટ માટે રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો.