ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે સ્કિન ડ્રાય થવાથી સમસ્યા વધે છે. તેથી યોગ્ય સ્કિન કરે ખુબ જ મહત્વપૂર્ણ છે.
જ્યારે આ લેયર દૂર થઇ જાય છે, ત્યારે સ્કિન પર બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓ થવા લાગે છે. લાંબા સમય સુધી ક્લોરિન એક્સપોઝર પણ ખરજવું જેવી સમસ્યા પણ થઇ શકે છે.
ફેસ અને ગરદન પર એલોવેરા જેલનો ઉપયોગ કરો. એલોવેરા સૂર્યના વધુ પડતા તાપથી નુકસાન થયેલ સ્કિનના કોષોને રીપેર કરે છે. પૂરતા હાઇડ્રેશન માટે મોર્નિંગ રૂટિનમાં એલોવેરાનો જ્યુસ પણ ઉમેરી શકો છો.
કોકોનટ ઓઇલ તમારા હાથ, ત્વચા પર એપ્લાય કરો અથવા તમારા સ્નાન નાહવાના પાણીમાં એક ચમચી નારિયેળ તેલ ઉમેરો! તે તમારી સ્કીનને અતિશય નરમ કરી શકે છે.
ડાયટમાં વિટામિન C અને E ઉમેરો, જેમ કે તરબૂચ, કાકડી, ગાજર વગેરે. આ એન્ટીઑકિસડન્ટો ત્વચાને સુધારવામાં મદદ કરે છે અને સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત કરે છે.
તમારા ઘરની બહાર નીકળતા પહેલા નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરો કારણ કે તે તમારી સ્કિનને હાર્મફુલ યુવી કિરણોથી બચાવે છે સાથે તમારી સ્કિનને ડ્રાય થવાથી બચાવે છે.
જો તમારી સ્કિન ઓઈલી હોય તો સનસ્ક્રીન ખરીદો અને જોસ્કિન ડ્રાય હોય તો મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન એપ્લાય કરો. ખાતરી કરો કે તમે તમારી સ્કિન ટાઈપ અનુસાર સનસ્ક્રીન ખરીદો છો.