Summer Skin Care : કેરીમાંથી બનાવો આ રીતે ફેસ માસ્ક, ચહેરો ચાંદ જેવો ચળકશે

May 05, 2024, 04:50 PM

ઉનાળામાં કેરી આવે છે, જે ફળોનો રાજા છે અને આપણા બધાને પ્રિય છે. આ ફળમાં વિટામિન A, C અને E ભરપૂર માત્રામાં હોય છે.

જે આપણા સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વિટામિન્સ ત્વચાની સમસ્યાઓ જેમ કે ફાઇન લાઇન્સ, કરચલીઓ અને વૃદ્ધત્વનો દેખાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી, કેરી આપણી ત્વચાને યુવી કિરણો, પ્રદૂષણથી પણ બચાવે છે અને તેને ભરાવદાર રાખી શકે છે.

ગરમીની સિઝનમાં પરસેવો વધુ થવાથી ડીહાઇડ્રેશન મોટેભાગે થતું છે સાથે સ્કિન ડ્રાય થવાની સમસ્યા પણ વધે છે.

'મેંગો ફેસ માસ્ક' મેથડ

કેરીના ટુકડા કરી તેને બ્લેન્ડ કરી લો, સારી પેસ્ટ તૈયાર થાય એટલે દૂધ અથવા મધ મિક્ષ કરો.

'મેંગો ફેસ માસ્ક' મેથડ

ફેસ ક્લીન કરી આ તૈયાર ફેસ માસ્ક એપ્લાય કરો તેને 15 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ ફેસવોશ કરી લો.