ચાલો જાણીએ કે કેવી રીતે લાલ ચંદન તમારી ત્વચાને નિખારવાનું કામ કરે છે
લાલ ચંદનનો પાઉડર બનાવી તેમાં નારિયેળ તેલના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો
આ પછી આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. તેને 10-15 મિનિટ માટે રહેવા દો અને પછી ધોઈ લો. લાલ ચંદન ત્વચાને પોષણ આપે છે
જો તમે તૈલી ત્વચાથી પરેશાન છો, તો લીંબુના રસમાં લાલ ચંદન પાવડર મિક્સ કરીને માસ્ક તૈયાર કરીને ચહેરા પર લગાવવાથી છૂટકારો મળશે
જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો તમે ગુલાબજળ અને લાલ ચંદનનો ફેસ પેક બનાવી શકો છો, જે ખીલ અને દાગ-ધબ્બાને ઘટાડવામાં મદદગાર છે
ચંદન પાઉડરમાં કેમોમાઈલ ટી મિક્સ કરીને ફેસ પેક બનાવો. કરચલીઓ દૂર કરવાની આ સરળ રીત છે
વધતી ઉંમરનું એક લક્ષ્ણ સ્કિન પર પિગમેન્ટેશન પણ હોય છે. લાલ ચંદન તેને દૂર કરવામાં મદદ કરે છે. ચંદન પાઉડરમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને લેપ બનાવી લો અને થોડા સમય પછી તેને ચહેરા પર લગાવો, ફાયદો થશે