સિઝન ગમે તે હોય, આપણે બધાએ અગત્યના કામ માટે, નોકરી માટે બહાર જવાનું હોય છે.જેમ આપણે શિયાળામાં સ્વેટર પહેરીએ છીએ, તેવી જ રીતે ઉનાળામાં પણ બહાર જતી વખતે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂરી છે.
ગરમીમાં તમારી સંભાળ રાખવા માટે તમારે તમારી બેગમાં કઈ કઈ વસ્તુઓ રાખવાની જરૂર છે જાણો
ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. ડિહાઇડ્રેશન ટાળવા માટે, જ્યારે તમે બહાર જાઓ ત્યારે હંમેશા તમારી સાથે પાણીની બોટલ રાખો.
ફેસ પર સ્પ્રિટ્ઝિંગ ફેસ મિસ્ટ ઉનાળા દરમિયાન સ્કિનને હાઇડ્રેટેડ રાખશે. આ પરસેવાના કારણે વધુ પડતો પરસેવો, ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરશે.
સનસ્ક્રીનએ ઉનાળામાં સ્કિન કેર આવશ્યક વસ્તુ છે. તે સ્કિનને સૂર્યના કિરણોથી બચાવવામાં મદદ કરે છે.
ઉનાળામાં બહાર જતા પહેલા ટોપી, સ્કાર્ફ, સ્પેક્સનો ઉપયોગ કરો, આ તમને સૂર્યના તાપથી બચાવવામાં મદદ કરશે.
એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે ત્વચાને ઠંડક આપવામાં મદદ કરે છે