Summer Skin Care : ક્લીન અને ગ્લોઈંગ સ્કિન માટે તડબૂચમાંથી બનાવો ફેસ પેક

May 06, 2024, 04:00 PM

તરબૂચ તમને ક્લીન અને ગ્લોઈંગ સ્કિન આપે છે, તમે ફ્રેશ તડબૂચમાંથી ફેસ પેક બનાવી શકો છો. અહીં જાણો કેવી રીતે?

તરબૂચ અને દહીંનો ફેસ માસ્ક

એક બાઉલમાં એક ચમચી દહીંમાં બે ચમચી તરબૂચનો રસ અને એક ચમચી મધ ઉમેરો. એક સરળ પેસ્ટ બનાવી પેસ્ટ મિક્સ કરો. આ પેસ્ટને ફેસ પર એપ્લાય કરો તેને 15 થી 20 મિનિટ સુધી ડ્રાય થવાદો. પછી તેને સામાન્ય વોશ કરો.

તરબૂચ અને એલોવેરા જેલ

એક ટેબલસ્પૂન તરબૂચનો પલ્પ અને બે ટેબલસ્પૂન એલોવેરા જેલ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો.

તરબૂચ અને એલોવેરા જેલ

એક સ્મૂધ, ઇવન ફેસ માસ્ક બનાવવા માટે, એક ચમચી માચા ગ્રીન ટી પાવડર ઉમેરો અને બધું બરાબર ભેગું કરો. આ માસ્કને તમારા ચહેરા પર લગાવો, પછી તેને દસથી પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો.

વિટામિન E, જે કુદરતી એન્ટીઑકિસડન્ટ છે, તરબૂચમાં જોવા મળે છે. તેથી જ આ ફળને ત્વચા માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે.

ગરમીના સમયે ત્વચાને ચમકદાર બનાવવા અને ગરમી અને સન ડેમેજથી બચાવવા માટે આ ફેસ માસ્કનો ઉપયોગ કરો.