Summer Skin Care : તડકામાં બહાર જતા પહેલા આટલી વસ્તુ કરો યાદ

Apr 12, 2024, 01:50 PM

ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે સ્કિન ડ્રાય થવાથી સમસ્યા વધે છે. તેથી યોગ્ય સ્કિન કરે ખુબ જ મહત્વપૂર્ણ છે.

કેરી

કેરી ફ્લેવોનોઈડ્સ, ઝેન્થોફિલ્સ અને વિટામીન A, E, C અને K થી ભરપૂર છે.કેરી સ્કિન બળતરા ખીલના ડાઘ સામે સ્કિનનું રક્ષણ વધારે છે. તે સ્કિનને તાજગી આપીને તમારી સ્કિનને નેચરલી ગ્લો કરવામાં મદદ કરી શકે છે.

પાઈનેપલ

પાઈનેપલમાં આવશ્યક ખનિજો અને વિટામિન્સ AC અને K છે, તે ખીલ-બસ્ટર છે. એન્ઝાઇમ બ્રોમેલેનથી ભરપૂર, અનેનાસ ખીલના ફોલ્લીઓ અને બળતરા માટે ઉત્તમ ઉપાય છે. વધુમાં, તેમને તમારા આહારમાં ઉમેરવાથી ત્વચાની કરચલી દૂર પણ કરી શકે છે.

તડબૂચ

તડબૂચ હાઇડ્રેટિંગ ફળમાંથી એક છે જે 92% પાણી, વિટામિન A અને વિટામિન C નો શક્તિશાળી ડોઝ છે. તેમાં હાજર લાઇકોપીન સ્કિન માટે ફાયદાકારક છે.

કેળા

કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન A અને વિટામિન E જેવા સ્કિન માટે ફાયદાકારક ઘટકો હોય છે, જે ખીલના ડાઘ, શ્યામ ફોલ્લીઓ, ડાઘ અને ડ્રાય સ્કિન સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે.

નારંગી

નારંગી ઉનાળા માટે જરૂરી છે તે વિટામિન સીથી સમૃદ્ધ છે. ઉનાળામાં વૃદ્ધત્વ, ખીલ અને ડલ સ્કિનની પ્રોબ્લેમથી છુટકારો મેળવવા આ ફળનો ઉપયોગ કરો.

સમર સ્કિન કેર

Summer Skin Care : ઉનાળામાં સ્કિન માટે સનસ્ક્રીન આ કારણોથી જરૂરી છે