સમર સ્પેશિયલ : આ ' કાકડી છાશ' આપશે તમને ગરમીમાં રાહત, જાણો રિસીપી

Apr 12, 2023

shivani chauhan

ઉનાળાની તીવ્ર ગરમીની શરૂઆત થઇ ગઈ છે. કાળઝાળ ગરમીને લીધે ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.

પરંતુ ગરમીમાં રાહત આપવા માટે અને શરીરને હાઈડ્રેટ રહેવા માટે માસ્ટરશેફ પંકજ ભદૌરિયાએ આ ' કાકડી છાશ' રિસિપી શેર કરી છે.

Pic credit: Pinterest

એક ગ્લાસ લિપ-સ્મેકિંગ ચાસ અથવા છાશ શરીરને ઠંડુ કરવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કાકડીમાં 94% પાણી હોય છે તે ગરમીથી બચવામાં મદદ કરે છે.

કાકડી છાશ' બનાવવાની સામગ્રી :

1 કાકડી   2 લીલા મરચાં   500 મિલી છાશ   1/2 ટીસ્પૂન જીરું પાવડર 1/2 ચમચી કાળું મીઠું   1/2 ચમચી મીઠું ફુદીના ના પત્તા  બરફ

કાકડી છાશ' બનાવવાની મેથડ :

કાકડીના નાના ટુકડા કરી લો.   અને બ્લેન્ડરમાં ઉમેરો.  બ્લેન્ડરમાં 2 લીલા મરચાં ઉમેરી પ્યુરી બનાવો.  હવે એક માટીના પાત્રમાં 500 મિલી છાશ ઉમેરો .  1 કપ કાકડીની પ્યુરી ઉમેરો.  પછી તેમાં 1/2 ટીસ્પૂન જીરું પાવડર, 1/2 ટીસ્પૂન કાળું મીઠું, 1/2 ટીસ્પૂન મીઠું અને થોડા ફુદીનાના પાન ઉમેરો.   બધું બરાબર મિક્ષ લો અને સર્વ કરો.