ઉનાળામાં કાળઝાળ ગરમીને કારણે આપણે ગરમીથી છુટકારો મેળવવા ઘણા ઉપાય કરીયે છીએ. પરંતુ શું તમે બદામ ગુંદર વિષે સાંભળ્યું છે? શરીરને ઠંડક આપતા આ ગુંદરના સ્વાસ્થ્ય ફાયદા અહીં જાણો
બદામ ગુંદરનો વ્યાપક ઉપયોગ અલ્સર, એસિડિટી, પેટનું ફૂલવું(બ્લોટિંગ), પેટમાં બળતરા, કબજિયાત અને ઝાડા જેવી સ્વાસ્થ્ય સમસ્યાના ઉપાયમાં ઉપયોગી છે.
બદામ ગુંદરની તાસીર ઠંડી છે. તેથી તેનો ઉનાળામાં ઉપયોગ શરીરની ગરમી ઘટાડવા માટે ઘરેલું ઉપચાર તરીકે થાય છે.
તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ 90 ટકાથી વધુ હોય છે. આથી તેનું સેવન દૂધ સાથે ખાવાથી વજન વધારવામાં મદદ કરે છે.
સ્કિનને ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે જે અકાળ વૃદ્ધત્વ માટે જવાબદાર છે. આ ઉપરાંત તે સ્કિન પર થયેલ ઇજા કે ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે અને સ્કિનને લગતી બળતરા, ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ચેપ સામે અસરકારક ઉપાય છે.
તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને કુદરતી રીતે ઘણા રોગો સામે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
બદામ ગુંદર સગર્ભા સ્ત્રીઓ માટે ગુણકારી છે કારણ કે તે શરીર અને હાડકાંને મજબૂત બનાવે છે જ્યારે ગર્ભમાં ગર્ભના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.