લીંબુ શરબત છોડો બનાવો આ શરબત, મળશે સ્વાદ સાથે ભરપૂર એનર્જી

Apr 26, 2025, 09:42 AM

ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો વિવિધ ઠંડા પીણા પીતા હોય છે. લીંબુ શરબત, શિકંજી, શેરડીનો રસ જેવા પીણા પીતા હોય છે.

ત્યારે અહીં તમને એક એવા શરબત વિશે જણાવીશું જેને પીવાથી ઉનાળામાં ભરપૂર એનર્જી મળે છે. આનું નામ છે જીરા શરબત.

આ શરબત બનાવવામાં એકદમ સરળ છે. કોઈ માથાકુટ વગર જ બની જાય છે. તો ચાલો મીનિટોમાં જ બની જતું જીરા શરબતની રેસીપી ફટાફટ નોંધી લો.

જીરા પાણીની સામગ્રી

1 લિટર પાણી, ચાર મોટી ચમસી ખાંડ, ફુદીનો, લીંબુ,

જીરા પાઉડરની સામગ્રી

અડધો કપ જીરું, મોટી ચમચી કાળામરી, એક મોટી ચમચી વરિયાળી, એક ચમચી સંચળ, એક ચમચી ચાટમસાલો, એક નાની ચમચી સુંઠ કે આદુનો પાઉડર, મીઠું, વિનેગર, સબ્જા સીડ,આઈસક્યુબ

જીરા સીરપ બનાવવા માટે સામગ્રી

બે કપ ખાંડ, બે કપ પાણી, એક ચમચી વિનેગર

જીરા શરબત બનાવવાની રીત

જીરા શરબત ચાર સ્ટેપમાં બને છે. એક શરબતનું પાણી, જીરા પાઉડર અને ત્યાર બાદ જીરા સીરપ બનાવવામાં આવે છે. છેલ્લે બધી સમગ્રીને ભેગી કરીને જીરા શરબત બને છે.

પહેલું સ્ટેપ

સૌથી પહેલા એક તપેલીમાં એક લીટર પાણી લો અને તેમાં તાજા ફૂદીના પત્તા નાંખો, ચાર મોટી ચમચી ખાંડ અને થોડો લીંબુંનો જસ્ટ હવે એક ઊભરો આવવા દો.

બીજું સ્ટેપ

એક પેનમાં અડધો કપ જીરું, મોટી ચમચી કાળામરી, એક મોટી ચમચી વરિયાળીને ધીમી ફ્લેમ પર શેકી દો

બીજું સ્ટેપ

ત્યાર બાદ એક મીક્સર જારમાં કાઢીને તેમાં એક ચમચી સંચળ, એક ચમચી ચાટમસાલો, એક નાની ચમચી સુંઠ કે આદુનો પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાંખી પાઉડર બનાવી દો.

ત્રીજું સ્ટેપ

એક પેનમાં એક કપ ખાંડ તેમાં બે કપ પાણી નાંખીને ગેસ પર ધીમી આંચ પર ઓગળવા દો, તેમાં બનાવેલો જીરા પાઉડર નાંખી પાકવા દો.

ત્રીજું સ્ટેપ

ત્યાર બાદ થોડું વિનેગર નાંખી પાકવા દો. આમ જીરા સીરપ તૈયાર થઈ જશે. આ સીરપને તમે સ્ટોર કરીને રાખી શકો છો.

ચોથું સ્ટેપ

શરબત પાણીને ગાળીને તેમાં પાણીમાં પલાળેલા સબ્જા સીડનાંખો, ત્યારબાદ જીરા સીરપ ઉમેરો, ઉપરથી લીંબુ નીચોવો અને આઈસ ક્સૂબ નાંખી અને સારી રીતે મીક્સ કરો. હવે રેડી છે તમારું જીરા શરબત