ઉનાળો પૂરો થવાને થોડા દિવસો બાકી છે, ત્યારે કેરી બજારમાં ખુબજ જોવા મળી રહી છે. કેરીમાંથી ઘણા વાનગી બનાવી શકાય છે, જેમાં રસથી લઈને શ્રીખંડ અને આઈસ્ક્રીમ વગેરે
આ લાડુમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી તેના બદલે તમે ગોળ અથવા કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કરી શકો છો.
1 કપ નારિયેળનું છીણ, 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 1/2 કપ કેરીની પ્યુરી
એક કડાઈમાં નારિયેળનું છીણ 2-3 મિનિટ માટે શેકી લો, તેમાં થોડીવાર બાદ 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક અને કેરીની પ્યુરી ઉમેરો.
કન્ડેન્સ્ડ મિલ્ક અને કેરીની પ્યુરી ઉમેર્યા બાદ ધીમી આંચે 2-3 મિનિટ માટે કુક કરો જ્યાં સુધી મિશ્રણ સારી રીતે ઘટ્ટ ન થઇ જાય.
મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેના લાડુ વાળી લો. તેને ગુલાબની પાંદડી અને સિલ્વર ફોઈલથી ગાર્નિશ કરી સર્વ કરો.