Summer Special : અસહ્ય ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચાવશે, એનર્જી આપશે આ ફૂડનું સેવન

May 21, 2024, 04:34 PM

સમર સીઝન

સમર સીઝન ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સીઝનમાં બોડીને નેચરલી હાઈડ્રેટેડ અને ઠંડુ રાખવું ખુબજ જરૂરી છે.

ગરમીના લીધે પરસેવો વધુ થાય છે અને બોડી ડિહાઈડ્રેટેડ થઇ જાય છે. ડીહાઇડ્રેશનના લીધે શરીરમાં એનર્જી રહેતી નથી. એવામાં આ સુપરફુડનું સેવન તમને એનર્જી અપાશે.

છાશ

સંચળ, હિંગ અને જીરું પાઉડર સાથે બનાવેલ છાશની ઠંડક અને તાજગી આપે છે.સતત ગરમીમાં બપોરના સમયે, ખાસ કરીને બપોરના ભોજન પછી છાશ પીવીએ ઉત્તમ પાચકનું કામ કરે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા બોડીને હાઈડ્રેટેડ રાખવું જરૂરી છે. તેના માટે આપણે શરીરને ઠંડક આપતા ફૂડનું સેવન કરવાનું પસંદ કરીયે છીએ. જેમ કે, તડબૂચ, છાસ, કાકડી, લીંબુ વગેરે.

ટામેટાં

ટામેટાંમાં આશરે 94 ટકા પાણી હોય છે. ટામેટાં વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટો અને ફાઇબરથી સમૃદ્ધ હોવાની સાથે હાઇડ્રેશનનો ઉત્તમ સ્ત્રોત છે.

ટામેટાં

ટામેટા બળતરા વિરોધી અને લાઇકોપીન છે, લાઈકોપીન સંયોજન જે તેમને લાલ રંગ આપે છે, તે લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) અથવા “ખરાબ” કોલેસ્ટ્રોલ તેમજ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

કોઠા (બેલ)

વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કોઠા તેના બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો સાથે શરીરને ઠંડુ રાખે છે.

લીંબુ પાણી

લીંબુ પાણી વિટામિન સીનો સારો સ્ત્રોત છે, લીંબુ શરીરને આલ્કલાઇન રાખે છે, પાચનને સરળ બનાવે છે. લીંબુ અને ફુદીનાના પાનમાંથી બનાવેલ લીંબુ પાણી તમને એનર્જી આપશે અને ભૂખ પણ કન્ટ્રોલમાં રાખશે.

સબજા બીજ અથવા તુલસીના બીજ કુદરતી શીતક

સબજાના બીજ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે અને પાચનમાં મદદ કરે છે. તે ઉનાળા દરમિયાન કુદરતી શીતક તરીકે પણ કામ કરે છે.

તડબૂચ

તડબૂચ હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે કારણ કે તે લગભગ 92 ટકા પાણીથી બનેલો છે. તે વિટામીન A અને C નો પણ સારો સ્ત્રોત છે. તે લૂથી અને ડીહાઇડ્રેશનની સમસ્યાથી છુટકારો આપશે.

સામગ્રી

સામગ્રી : 20 મિલી રોઝ સીરપ, 20 મિલી લીચી સીરપ, સબ્જાના બીજ (જરૂર મુજબ) , 5-6 ફુદીનાના પાન 5-6 અને 300 મિલી નાળિયેર પાણી

Summer Drink : ગરમીમાં હાઈડ્રેટેડ રહેવા પીવો કોલ્ડ ''સ્ટ્રોબેરી લસ્સી'', માત્ર 5 મિનિટ થશે તૈયાર