ઉનાળામાં ફ્રેશ અને હેલ્થી ડ્રિંક બોડીને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. પરંતુ તે મોટેભાગે સુગર યુક્ત હોય છે પરંતુ તમે સમર (summer) માં સુગરયુક્ત ડ્રિન્કનું હેલ્થી વરઝ્ન શોધી રહ્યા છો? તો અહીં વાંચો.
ત્યારે શાકભાજીમાં દૂધીની તાસીર ઠંડી છે, જેની સેવન ઉનાળામાં ગુણકારી છે. દૂધીમાંથી સ્પેશિયલ રાયતું બનાવ્યું છે જેની રેસીપી શેર કરી છે,
સામગ્રી : દૂધી, ઠંડુ દહીં, મીઠું, બ્લેક સોલ્ટ, શેકેલું જીરું પાવડર, મરી પાવડર
ટેમ્પરિંગ માટે : હિંગ, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા, કોથમીર
મેથડ : સૌ પ્રથમ દૂધીને વોશ કરી સમારી લો. સમારેલ દૂધીને મીઠું નાખીને ગરમ પાણીમાં બાફી લો. ત્યારબાદ દૂધીમાંથી પાણી નીચોવી લો.
મેથડ : હવે એક બાઉલમાં દહીં લો, તેમાં આ એફેલી દૂધી મિક્ષ કરો ત્યારબાદ તેમાં મીઠું, બ્લેક સોલ્ટ, શેકેલું જીરું પાવડર અને મરી પાવડર ઉમેરી મિક્ષ કરો.
વઘારમાં હિંગ, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા, ઉમેરીને આ વઘાર તૈયાર રાયતામાં નાખો. કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.