Summer Special : ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોને ફોનથી દૂર રાખવા શું કરવું?

Apr 30, 2024, 02:47 PM

ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોને સતત અલગ અલગ એકટીવીઝ કરાવવી જરૂરી છે. નહીંતર બાળકો ફ્રી ટાઈમમાં ફોન યુઝ કરે છે અને તેનું એડિકશન થઇ શકે છે.

રૂટિન સેટ કરો

વેકેશનમાં સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરવા અંગે અલગ અલગને એકટીવટીઝને લગતા રૂટિન સેટ કરો અને ખાતરી કરો કે તમારું બાળકએ રૂટિન ફૉલો કરે.

નવી સ્કિલ

વેકેશન દરમિયાન બાળકોને વ્યસ્ત રાખવાની એક આકર્ષક રીત એ છે કે તેઓને કુકીંગ, પ્રોજેક્ટ બનાવવા, ગાર્ડનિંગ, ઘરના જરૂરી કામો વગેરે જેવી નવી સ્કિલ શીખવી શકાય છે.

તે તેમને કંઈક નવું શીખવામાં મદદ કરશે અને સ્ક્રીનને ટાળીને તમારી સાથે વધુ સમય પસાર કરી શકશે.

ક્રિએટિવિટી

ક્રિએટિવિટી ને પ્રોત્સાહન આપવા અને સ્ક્રીન સમય ઘટાડવા માટે તમારા બાળકોને આર્ટ પ્રોજેક્ટ્સ, ડ્રોઇંગ, પેઇન્ટિંગ, લેખન, મ્યુઝિક અથવા અન્ય ડાન્સ જેવી એક્ટિવિટીઝ શીખવા માટે પ્રોત્સાહિત કરો.

આઉટડોર એકટીવીટીઝ

સ્વિમિંગ, બાઇકિંગ, હાઇકિંગ, ટ્રાવેલિંગ વગેરે જેવી આઉટડોર એસિટિવીનું આયોજન કરવું એ તેમને વ્યસ્ત રાખવા અને સ્ક્રીનથી દૂર રાખવામાં મદદ કરે છે.

સમર કેમ્પ

આર્ટ અને ક્રાફટ, સ્પોર્ટ્સ અને અન્ય આઉટડોર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમર કેમ્પમાં બાળકોને એનરોલ કરાવો એ તેમને સ્ક્રીનથી દૂર રાખવા અને નવી સ્કિલ શીખવાનો ઉત્તમ માર્ગ છે.

રીવોર્ડ સિસ્ટમ

જ્યારે તમારા બાળકો અમુક એકટીવીટીઝ સારી રીતે કમ્પ્લીટ કરે છે અને ચોક્કસ લક્ષ્યો સુધી પહોંચે છે તો પ્રોત્સાહિત કરવા માટે રીવોર્ડ સિસ્ટમ સેટ કરો.