ઉનાળાની સીઝનમાં ગરમીના લીધે કેટલાક લોકોમાં અસ્થમાના લક્ષણો જોવા મળે છે અને તે વધી પણ શકે છે. ખાસ કરીને જો હાઈડ્રેટેડ ન હોવ આ સમસ્યા વધી શકે છે.
વધારે ગરમી અને સૂર્ય પ્રકાશ હવામાં ઓઝોન અને અન્ય વાયુ પ્રદૂષકોની માત્રામાં વધારો કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને લક્ષણો વધી શકે છે.
ભેજવાળું, ગરમ તાપમાન તમારી શ્વસન સમસ્યાઓમાં વધારો કરી શકે છે,હીટવેવ દરમિયાન ગરમ અને ચીકણું હવામાન”વાયુમાર્ગને વધુ સાંકડા કરી શકે છે જેથી શ્વાસ લેવાનું વધુ મુશ્કેલ બને છે.”
ફાલસા શ્વાસનળીનો સોજો અને શ્વાસની તકલીફ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ ઉચ્ચ વિટામિન અસ્થમાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે.
અન્ય કારણો વારસાગત અને પર્યાવરણીય હોઈ શકે છે, કૌટુંબિક ઇતિહાસ, આનુવંશિકતા, લાઇફસ્ટાઇલ સંબંધિત કારણો જેવા કે સ્થૂળતા, પહેલેથી જ મેડિકલ સમસ્યા હોય અથવા વધુ બહારના પ્રદૂષણનો સંપર્ક થવાથી અસ્થમા થવાના ચાન્સીસ વધે છે.
છાતીમાં ફસાયેલ જિદ્દી કફની સાફ કરવામાં મદદ કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે. તેમાં ફ્લેવોનોઈડ્સ છે જે તમારા ફેફસાંને લાંબા અને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે.
તે સિવાય, ગ્રેડ 1 શ્વાસની તકલીફ જેમ કે સીડી ચડતી વખતે હાફ ચઢવી, છાતી ફુલવી, રાત્રે ઉધરસ આવવી, વીકનેસ રહેવી, બેચેની વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.