Summer Special : ઉનાળામાં ઘરે બનાવો સરળ રીતે મેંગો શ્રીખંડ, માણો મજા

May 09, 2024, 06:29 PM

ઉનાળામાં લોકો અવનવી ઠંડી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હોય છે. આજે અમે મેંગો શ્રીખંડ ઘરે બનાવવાની રીત જણાવીશું

મેંગો શ્રીખંડ

ફળોનો રાજા ગણાતો કેરી બધાની પ્રિય હોય છે. ત્યારે મેંગો શ્રીખંડ બનાવવા માટે તમારે કેરીની પ્યુરી, ખાંડ, દહીં, ડ્રાયફ્રુટ્સ અને લીલી ઇલાયચી જોશે

મંગો શ્રીખંડ બનાવવાની રીત

સૌપ્રથમ ખાંડને દળી લો, ડ્રાયફ્રુટ્સને જીણા સમારી લો અને ગ્રાઇન્ડરમાં લીલી ઇલાયચીને પીસી તેનો પાઉડર કરી લો

હવે એક બાઉલમાં દહીં, ઇલાયચી પાઉડર, દળેલી ખાંડ, સમારેલા ડ્રાયફ્રુટ્સ, કેરીનો પલ્પ નાંખી બધુ સારી રીતે મિક્સ કરી લો

હવે આ બાઉલને અંદાજે 45 મિનિટ સુધી ફ્રીજમાં ઠંડુ થવા દોૉ

આ પછી તેને સર્વિગ બાઉલમાં કાઢીને ઉપર ડ્રાયફ્રુટ્સ ગાર્નિસ કરીને સર્વ કરો