કિડનીને હેલ્થી રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ

Mar 04, 2023

shivani chauhan

કિડનીનું મેઈન કામ બ્લડને ક્લીન કરવાનું છે અને સાથે શરીરમાંથી બિનજરૂરી કચરો યુરિનના દ્વારા શરીરની બહાર નિકાલ કરવાનો છે.એવા કેટલાક ફૂડ્સ છે જેની મદદથી કિડનીને હેલ્થી રાખી શકાય છે.

વિટામિન્સ, ડાયટરી ફાઈબર, મિનરલ્સથી ભરપૂર નારિયેળ પાણી કિડનીને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. સાથે તેના પોષક તત્વો શુગરની માત્રા કંટ્રોલ કરે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

કિડનીના દર્દીઓને સફરજન ખાવાની સલાહ ડોકટર દ્વારા અપાય છે, તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમની માત્રા ઓછી હોય છે. જેના લીધે કિડનીને લગતી સમસ્યામાં રાહત મેળવવામાં મદદ મળે છે.

પાચને લગતી સમસ્યાઓની સાથે કિડનીને સ્વસ્થ રાખવામાં પપૈયું મહત્વની ભૂમિકા ભજવે છે, પપૈયામાં વિટામીન એ, વિટામિન સી, ફાઈટો વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. સાથે એન્ટી- ઓક્સીડેન્ટ ગુણધર્મ પણ ધરાવે છે જે કિડનીને હેલ્થી રાખવામાં મદદ કરે છે.

પોષક તત્વોથી ભરપૂર જવમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર જોવા મળે છે, સાથે ફેટ અને સોડિયમ પણ હોય છે જે સ્વસ્થ્ય કિડની માટે ફાયદાકારક મનાય છે. આ સાથે સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

હેલ્થી કિડની માટે સિમલા મિર્ચનું સેવન ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન સી, વિટામિન બી6, વિટામિન એ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે હેલ્થી કિડની માટે લાભદાયી મનાય છે.