કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે. કુંભણીયા ભજીયા ક્રિસ્પી અને કરાકરા હોય છે, જે અદભુત સ્વાદ આપે છે. અહીં ઘરે કુંભણીયા ભજીયા બનાવવાની સરળ રીત આપી છે.
લીલી મેથી ઝીણી સમારેલી, લીલા મરચા ઝીણા સમારેલા, આદું લસણની પેસ્ટ, મીઠું, ખાવાનો સોડા, તેલ અને પાણી
લીલી મેથી ઝીણી સમારી લો અને પાણીમાં બરાબર ધોઇ સાઇડમાં રાખો.
લીલા મરચા અડધા ઇંચની માપમાં કાપીને બાજુમાં રાખી મૂકો
મિક્સર જારમાં આદું લસણની પેસ્ટ બનાવી તૈયાર રાખો. કુંભણીયા ભજીયા સામાન્ય રીતે શિયાળામાં વધારે બને છે. આથી શિયાળમાં ઝીણા કાપેલા લીલા લસણનો ઉપયોગ કરો. જો લીલું લસણ ન હોય તો સુકું લસણ વાપરી શકાય છે.
એક બાઉલમાં લીલી મેથી, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ, મીઠું, ખાવાનો સોડા અને ચણાનો લોટ ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
હવે તેમા સહેજ પાણી રેડી કુંભણીયા ભજીયા માટે ખીરું તૈયાર કરો. એક વાતનું ધ્યાન રાખો કુંભણીયા ભજીયામાં ચણાનો લોટનો ઓછો ઉપયોગ થાય છે.
ગેસ પર કડાઇમાં તેલ ગરમ કરો. હવે હાથ વડે ચણાના લોટના નાના નાના ભજીયા તળો. ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે.
ગરમાગરમ કુંભણીયા ભજીયા તળેલા મરચા, ડુંગળી, લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.