Jun 17, 2025
ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે વરસાદ પડે ત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાનું મન થતું હોય છે.
દાળવડા, મેથી ગોટા, મરજી ભજીયા સહિતના તમામ ભજીયાની લારીઓ ધમધમવા લાગે છે.
ત્યારે તમે વરસાદી મૌસમમાં સુરતી સ્પેશિયલ ટામેટાના ભજીયા સરળ રીતથી બનાવી શકો છો. નોંધીલો સાદી રેસીપી
એક કપ બેશન, ટામેટા, આદુ, લીલા મરચા, તેલ, કોથમીર, લીંબુ, મસાલીયાના મસાલા, ઈનો, લસણ, હળદર, મીઠું, ચોખાનો લોટ,
ટામેટાને ધોઈને તેને ચપ્પા વડે થોડી જાડી ગોળ સ્લાઈસમાં કાપવા, આ સ્લાઈસને ટીસ્યુ પેપર ઉપર ગોઠવી મુકી રાખો.
હવે એક મીક્સર જારવામાં લીલા ધાણા, લીલા મરચા, આદુનો ટુકડો, સુકા લસણની કળીઓ અને મીઠું તેમજ ઉપરથી લીંબુ નીચોવીને પેસ્ટ તૈયાર કરો.
એક બાઉલમાં એક કપ બેશન, એક ચમચી ચોખાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર બાદ પાણી ઉમેરીને થોડુ ઘટ બેટર તૈયાર કરવું.
ટામેટાની સ્લાઈસ પર ગ્રીન પેસ્ટ લગાવીને તેને બેટરમાં ડુબોળીને ગરમ તેલમાં તળવા. સારી રીતે તળાઈ જાય ત્યારે એક પ્લેટમાં કાઢી લેવા
આમ તૈયાર થઈ જશે તમારા ગરમા ગરમ સુરતી સ્પેશિયલ ટામેટા ભજીયા જે વરસાદી મૌસમની મજા ડબલ કરશે.