Surti Locho Recipe : ખૂબ જ લોકપ્રિય અને બનવામાં સરળ એવા લોચોની ખાસ રેસીપી જાણો, સ્વાદથી ભરપૂર છે આ નાસ્તો

Jul 04, 2024, 04:03 PM

સુરતનો પ્રખ્યાત લોચો ઉકાળેલું ગુજરાતી ફરસાણ (નાસ્તો) છે જેનો ઉદ્દભવ સુરતમાં થયો છે. તે ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે. વાનગીનું નામ તેની ઢીલી સુસંગતતા અને અનિયમિત શેપ પરથી પડ્યું છે. તે બનાવામાં ખૂબ જ સરળ અને ખૂબ જ લોકપ્રિય, જાણો લોચો રેસિપી

બેટર સામગ્રી

1 કપ ચણાની દાળ, 1/4 કપ અડદની દાળ (ફોતરાં વગરની દાળ)અને 1/4 કપ ચોખાના પૌઆ

લોચોની મસાલા સામગ્રી

1 ચમચી શેકેલું જીરું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી કાળા મરી પાવડર, 1/2 ચમચી બ્લેક સોલ્ટ, 1 ચમચી લાલ મરચું પાવડર

લીલી ચટણી સામગ્રી

1/2 કપ કોથમીર,1/2 ઇંચ આદુ, 3 લીલાં મરચાં,1 નાની વાટકી ગાંઠિયા, સ્વાદ અનુસાર મીઠું, 1/2 લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, 2 ચમચી ઠંડુ પાણી

મેથડ

ચણાની દાળ, ચોખાના પૌઆ અને અડદની દાળ (ફોતરાં વગરની દાળ) 3 કલાક પલાળી રાખો અને બરછટ પેસ્ટ પીસી લો. હવે તેને આથો લાવવા માટે 7 થી 8 કલાક સુધી ગરમ જગ્યાએ રાખો.

લોચો રેસીપી

હવે બેટરમાં બધા બેઈઝીક મસાલા જેમ કે, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો, કાળા મરી પાવડર, બ્લેક સોલ્ટ, દહીં અને લાલ મરચું પાવડર ઉમેરો.

લોચો રેસીપી

લોચોના બેટરમાં આથો આવી જાય એટલે તેને સ્ટીમરમાં પાણી ઉકાળીને 8-10 મિનિટ માટે સ્ટીમ કરી લો.

લોચો રેસીપી

સ્ટીમ સારી રીતે થઇ જાય એટલે તેને ઠંડુ થવા દો, અને ડીશમાં સર્વ કરો. એના પર ડુંગળી, ઝીણી સેવ, ચાટ મસાલા અને તેલ નાખીને સર્વ કરો.

Jamnagari Ghughra Recipe : જામનગર ના પ્રખ્યાત તીખા ઘૂઘરા બનાવવાની રીત સરળ રીત, ચોમાસામાં ઘૂઘરા મજેદાર ઘૂઘરાની મજા માણો