1 કપ બાફેલઈ મકાઈ, 2 કપ પાણી, ¼ કપ બારીક સમારેલા ગાજર, ¼ કપ બારીક સમારેલા કેપ્સિકમ, 2 ચમચી ડુંગળી, 1 ચમચી બટર અથવા તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, ¼ ચમચી કાળા મરી પાવડર: ¼ ચમચી, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, ½ ચમચી સોયા સોસ, ½ ચમચી વિનેગર, 2 લીલા મરચાંની પેસ્ટ
1 ચમચી બટર અથવા તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, ¼ ચમચી કાળા મરી પાવડર: ¼ ચમચી, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, ½ ચમચી સોયા સોસ, ½ ચમચી વિનેગર, 2 લીલા મરચાંની પેસ્ટ
અડધો કપ બાફેલા મકાઈને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો. અડધો કપ આખો રાખો.
એક પેનમાં બટર ગરમ કરો. તેમાં લીલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ ઉમેરો અને હળવા હાથે સાંતળો.
હવે તેમાં મકાઈની પેસ્ટ અને આખા સ્વીટ કોર્ન ઉમેરો, 2 કપ પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરો અને ઉકાળો.
હવે ધીમે ધીમે કોર્નફ્લોર ઉમેરો અને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન બને. 3 થી 4 મિનિટ સુધી કુક કરો
સ્વાદ મુજબ મીઠું, કાળા મરીનો પાવડર અને જો ઇચ્છા હોય તો, થોડો સોયા સોસ અને વીનગર ઉમેરો, એક બાઉલમાં કાઢી સૂપ પીરસો.