Health Tips: બાફેલા શકરિયાનું સેવન કરવાથી થાય હેયર ગ્રોથ,જાણો અન્ય ફાયદા

Jan 20, 2023

shivani chauhan

વિટામિન એથી ભરપૂર અને બીટા કેરોટીનથ ભરપૂર શકરિયાનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે.

શિયાળાની ઋતુમાં સ્કિનને લગતી ઘણી સમસ્યા થતી હોય છે, ત્યારે વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર શકરિયા સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે.

શકરીયામાં ઘણા પોષક તત્વો હોય છે, તેનું સેવન કરવાથી હેયર ગ્રોથ થાય છે અને હેયર સ્ટ્રોંગ બનાવામાં પણ મદદ કરે છે.

વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર શકરિયા ત્વચા પરની કરચલી ની સમસ્યા માંથી છુટકારો મેળવવામાં ફાયદાકારક સાબિત થાય છે.

શકરીયાને બાફીને ખાવાથી તે ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

વર્ક આઉટ કરતા લોકો માટે શકરીયા રામબાજ સાબિત થાય છે.પ્રોટીન,ફાઈબર, કેલ્શિયમ,પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર શકરીયાનું સેવન કરવાથી બોડી બિલ્ડીંગમાં મદદ મળે છે.